Aapnu Gujarat
મનોરંજન

કરીના કપૂર પ્રેગ્નેન્સીમાં પતિથી દૂર રહેતી હતી

કરીના કપૂરે હાલમાં જ પોતાના બેસ્ટ ફ્રેન્ડ અને ફિલ્મમેકર કરણ જાેહરની સાથે પોતાનું પુસ્તક લોન્ચ કરવા દરમિયાન પ્રેગ્નેન્સીના દિવસો વિશે વાત કરી હતી. કરણ જાેહર સાથે વાતચીત કરતાં કરીના કપૂરે ખુલાસો કર્યો કે, પ્રેગ્નેન્સી દરમિયાન તે શારીરિક સંબંધથી દૂર રહેતી હતી અને તેનો પતિ સૈફ અલી ખાન આ વાતનો સમજતો હતો અને સપોર્ટ પણ કરતો હતો. આ વિશે વાત કરતાં કરીનાએ ખુલાસો કર્યો કે, પ્રેગ્નેન્સી દરમિયાન એક મહિલા ઘણા બધા મૂડ સ્વિંગ અને લાગણીઓમાંથી પસાર થાય છે. એક્ટ્રેસે આગળ કહ્યું, કેટલાક દિવસ તે અદ્દભુત અને સેક્સી હોવાનું અનુભવતી હતી. આટલું જ નહીં સૈફ અલી ખાન પણ તેને કહેતો હતો કે, તે સુંદર લાગી રહી છે. જાે કે, કરીના કપૂરે તેમ પણ ઉમેર્યું કે, કેટલાક દિવસો તેવા પણ હતા, ખાસ કરીને છ-સાત મહિના બાદ જ્યારે તેને થાકનો અનુભવ થતો હતો. તેના જણાવ્યા પ્રમાણે, તમે તેવી સ્થિતિમાં છો જ્યાં તમે જાણતા નથી કે શું વિચારવાનું છે. કરીના કપૂરે કહ્યું કે, એક સપોર્ટ કરનાર વ્યક્તિનું હોવું ખૂબ મહત્વપૂર્ણ છે, જે પોતાની પત્ની પર સુંદર દેખાવા માટેનું દબાણ નથી કરતો અથવા પોતાની રેગ્યુલર સેક્સ લાઈફ સુપર એક્ટિવ હોવાની આશા નથી રાખતો. કરીના કપૂરે કહ્યું કે, પ્રેગ્નેન્સી દરમિયાન એક મહિલાએ બધાથી વધારે લાગણીઓને મહત્વ આપવું જાેઈએ. મહિલા તે સમયે શું અનુભવે છે તેના પર ધ્યાન આપવું જાેઈએ. કરીના કપૂરના કહેવા પ્રમાણે, જાે તમારા પતિને આ વાત સમજમાં નથી આવી રહી તો તે તમારા બાળકનો પિતા કેવી રીતે હોઈ શકે? તેને તમને દરેક રીતે પ્રેમ કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, કરીના કપૂરે ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ બીજા સંતાનનો જન્મ થયો હતો. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં લીડ રોલમાં દેખાશે. આ સિવાય તે હંસલ મહેતા અને એકતા કપૂર સાથે કોઈ નવી ફિલ્મ લઈને આવી રહી છે. જેની જાહેરાત તેણે હાલમાં જ સોશિયલ મીડિયા પર કરી હતી.

Related posts

મેન્ટલ હે ક્યા ફિલ્મમાં કંગના ફરી રાજકુમાર સાથે દેખાશે

aapnugujarat

बन रही है अटल बिहारी वाजपेयी की बायॉपिक ‘युगपुरुष अटल’

aapnugujarat

पापा नहीं दादा के नक्शेकदम पर चले इब्राहिम, सैफ ने भी निभाई पिता की जिम्मेदारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1