Aapnu Gujarat
મનોરંજન

મેન્ટલ હે ક્યા ફિલ્મમાં કંગના ફરી રાજકુમાર સાથે દેખાશે

એક્ટિંગ કુશળતાના કારણે તમામને પ્રભાવિત કરી દેનાર અભિનેત્રી કંગના રાણાવત હાલમાં બે મોટી ફિલ્મોમાં કામ કરી રહી છે જેમાં એક ફિલ્મ મેન્ટલ હે ક્યાં અને બીજી ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીનો સમાવેશ થાય છે. મણિકર્ણિકા ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં તેની સાથે તમામ નવા કલાકારોને રાખવામાં આવ્યા છે. કંગના રાણાવત ઝાંસીની રાણીની ભૂમિકામાં નજરે પડનાર છે. મેન્ટલ હે ક્યા ફિલ્મમાં તે ફરી એકવાર રાજકુમાર રાવ સાથે કામ કરી રહી છે.
ક્વીન બાદ બન્નેની જોડી ફરી એકવાર સાથે નજરે પડનાર છે. ક્વીન ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ફિલ્મના કારણે કંગનાએ શ્રેષ્ઠ અભિનેત્રી માટેના કેટલાક એવોર્ડ જીતી ગઇ હતી. દરમિયાન બોલિવુડ સ્ટાર કંગના રાણાવત સતત મોટી ભૂમિકાના કારણે નવી નવી ઉંચાઇ પર પહોંચી રહી છે. તે ત્રણ વખત નેશનલ એવોર્ડ જીતી ચુકી છે. હવે તે અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાની પત્નિ મિશેલ ઓબામા અને લોકપ્રિય હોસ્ટ અને અભિનેત્રી ઓપરા વિનફ્રેની સાથે એક સાથે સ્ટેજ પર નજરે પડનાર છે. આને લઇને કંગના ખુબ ઉત્સાહિત પણ છે. કંગના ન્યુજર્સીમાં આયોજિત કરવામાં આવેલા ગાંધી ગોઝ ગ્લોબલના કાર્યક્રમમાં ભાગ લેનાર છે.
આ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રના પ્રભાવશાળી લોકોને બોલાવવામાં આવ્યા છે. કંગના રાણાવત પોતાની નવી ફિલ્મને લઇને આશાવાદી છે. તેનુ કહેવુ છે કે મિશેલ અને ઓપરા જેવી હસ્તીઓની સાથે સ્ટેજ શેયર કરવાની બાબત તેના માટે ગર્વ સમાન છે. તેનુ કહેવુ છે કે તે ક્યારેય કોઇની ફેન રહી નથી. પરંતુ ઓપરાને પસંદ કરે છે. તેનુ કહેવુ છે કે તે ત્યાં શુ બોલશે તેની તૈયારી કરી રહી છે.
કંગના રાણાવત હાલમાં પોતાના નિવેદનના કારણે ભારે ચર્ચામાં રહી હતી. રિતિક રોશન સાથે પ્રેમ પ્રકરણના કારણે પણ તે સતત ચર્ચામાં રહી હતી. કરણ જોહરની સાથે વિવાદના કારણે પણ તે ચર્ચામાં રહી હતી.
કંગના રાણાવત બોલિવુડમાં પોતાની એક્ટિંગ કુશળતાના કારણે તમામ મોટી સ્ટારને શરમાવતી રહી છે. તેવી ક્વીન અને રિવોલ્વર રાની જેવી મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મેળવી ચુકી છે. જો કે તેની રંગુન ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી.
ફેશન જેવી ફિલ્મમાં તે ફરી કામ કરવાની ઇચ્છા ધરાવે છે. ક્વીન ફિલ્મમાં તેની કુશળતાની તમામે નોંધ લીધી હતી. જો કે કંગના રાણાવત કેટલાક વિવાદોના કારણે બોલિવુડમાં હજુ સુધી સંઘર્ષ કરતી રહી છે.
ટોપના નિર્માતા નિર્દેશકો વિરુદ્ધમાં પણ તે નિવેદન કરતા ખચકાટ અનુભવ કરતી નથી. કગંનાએ બોલિવુડમાં ચાલતા ભાઇ ભત્રીજાવાદના મુદ્દે પણ તેના અભિપ્રાય સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે.

Related posts

‘કલંક’નું નુકસાન કરન જોહર ભરપાઈ કરશે

aapnugujarat

असल जिंदगी में कैसी दिखती हूं, इसकी चिंता नहीं करती : श्रद्धा कपूर

aapnugujarat

જહોન અને ડાયનાની ફિલ્મ ૨૫ મેના દિવસે રિલિઝ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1