Aapnu Gujarat
મનોરંજન

‘કલંક’નું નુકસાન કરન જોહર ભરપાઈ કરશે

૧૫૦ કરોડમાં બનેલી ’કલંક’ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. રિલીઝના સાત દિવસ બાદ આ ફિલ્મ ૬૬ કરોડ રૂપિયાની કમાણી કરી શકી છે. આ ફિલ્મે બજેટ કાઢવું હોય તો ૧૭૦-૧૮૦ કરોડ સુધીની કમાણી કરવાની જરૂર હતી. આથી જ ડિસ્ટ્રીબ્યૂટ કરનાર કંપની ફોક્સ સ્ટાર ઈન્ડિયાને ઘણું જ નુકસાન થયું છે. હવે ચર્ચા છે કે કરન જોહર નુકસાન ભરપાઈ કરવાનો છે. તે ડિસ્ટ્રીબ્યૂટ કરનાર કંપની ફોક્સ સ્ટાર ઈન્ડિયાને ૩૦ કરોડ રૂપિયા પરત આપશે.
ટ્રેડ પંડિતોના મતે, ફોક્સ સ્ટાર ઈન્ડિયાએ ’કલંક’ના મેકિંગ માટે ૧૦૦ કરોડથી વધુ રૂપિયા ધર્મા પ્રોડક્શનને આપ્યા હતાં. ફોક્સ સ્ટાર પાસે માત્ર થિયેટર રાઈટ્‌સ હતાં. જ્યારે ફિલ્મના સેટેલાઈટ તથા ડિજિટલ રાઈટ્‌સ કરન જોહર પાસે છે. આથી કરનને વધુ નુકસાન થયું નથી. કરન જોહરે ફોક્સ સ્ટાર સાથે ’બ્રધર્સ’, ’શાનદાર’, ’એ દિલ હૈં મુશ્કિલ’, ’બદ્રિનાથ કી દુલ્હનિયા’ સહિત નવ ફિલ્મ્સ સાથે કરી છે. બંનેને એકબીજાથી ફાયદો થતો રહ્યો છે. હવે, જ્યારે ’કલંક’ને કારણે ફોક્સ સ્ટાર ઈન્ડિયાને નુકસાન થયું ત્યારે કરન જોહર નુકસાન ભરપાઈ કરવા માટે આગળ આવ્યો છે. કરન અંદાજે ૩૦-૪૦ કરોડ રૂપિયા ડિસ્ટ્રીબ્યૂટર કંપનીને આપવાનો છે. જેથી તેમના બિઝનેસ રિલેશનશીપમાં કોઈ તિરાડ ના આવે.

Related posts

એશ્વર્યાની ફિલ્મ ફન્ને ખાન ૧૫ જુને રિલીઝ થશે

aapnugujarat

કોમેડી કરના ઇતના આસાન નહીં હૈ.. : કૃતિ

aapnugujarat

मैं सरल योजना वाला सरल इंसान हूं: अनिल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1