Aapnu Gujarat
મનોરંજન

કોમેડી કરના ઇતના આસાન નહીં હૈ.. : કૃતિ

હોનહાર અભિનેત્રી કૃતિ સનોને કહ્યું હતું કે અન્ય ફિલ્મોની તુલનાએ કોમેડી કરવી ખૂબ મુશ્કેલ છે. તમારા અભિનય દ્વારા એક સાથે હજ્જારો દર્શકોને હસાવવા એ ખાવાના ખેલ નથી.
અગાઉ બરેલી કી બરફી ફિલ્મમાં ઉત્તર પ્રદેશની યુવતીનો રોલ કરી ચૂકેલી કૃતિ હવે લૂકા છૂપી ફિલ્મમાં ફરી એકવાર મથુરાની રહેવાસી યુવતીનો રોલ કરે છે. જો કે એની દલીલ એવી છે કે બરેલી કી બરફી અને લૂકા છૂપી બંનેની હીરોઇનો વચ્ચે કોઇ સંબંધ નથી. બંને તદ્દન અલગ વ્યક્તિ છે અને એમનાં વાણી-વર્તન તદ્દન અલગ છે. બરેલી કી બરફીની બીત્તી સ્કૂલનો અભ્યાસ પૂરો કરી ચૂકેલી અને અત્યંત મહત્ત્વાકાંક્ષી ટીનેજર હતી. એ ઘણે અંશે બળવાખોર અને છતાં મર્યાદા ઓળંગે નહીં એવી યુવતી હતી. એ મુક્ત વિચારોમાં માનતી હતી. ’લૂકા છૂપીની રશ્મિ પાટનગર નવી દિલ્હીમાં પોતાનો ઉચ્ચ અભ્યાસ પૂરો કરીને દિલ્હીમાં જ નોકરી કરવા ઇચ્છતી યુવતી છે. રશ્મિ બીત્તી કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી છે. અભ્યાસ પૂરો કરી લીધો હોવાથી એ બીટ્ટી કરતાં વધુ આધુનિક છે’ એમ કૃતિએ કહ્યું હતું.
લૂકા છૂપી જોનર વિશે બોલતાં એણે ઉમેર્યું હતું કે આ એક કોમેડી ફિલ્મ છે અને મને એમ લાગે છે કે અન્ય જોનર કરતાં કોમેડી કરવી વધુ મુશ્કેલ છે કારણ કે તમારે અન્યોને તમારા અભિનય દ્વારા હસાવવાના છે. અભિનયમાં આંગિક અને વાચિક બંને પ્રકારનો અભિનય એવો હોવો જોઇએ કે ગમે તેવો ગંભીર માણસ પણ મલકી ઊઠે. મારી દ્રષ્ટિએ કોમેડી સૌથી મુશ્કેલ જોનર છે.
એણે કહ્યું કે આ આખી ફિલ્મ અમે માત્ર ૪૫ દિવસમાં પૂરી કરી હતી એટલે મારી આ સૌથી વધુ ફાસ્ટ ફિલ્મ બની રહી.

Related posts

મલ્લિકા શેરાવત પાસે ભાડુ ભરવાનાં પણ પૈસા નથી

aapnugujarat

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : કલાકારો કામ કરે કે ના કરે પ્રોડ્યૂસર દર મહિને પગાર આપે છે

editor

મલાઇકા અરોરા ખાન હાલ દુબઇમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1