Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલ એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.

વિજયસિંહ સોલંકી , પંચમહાલ

પંચમહાલ જિલ્લા પોલીસ વિભાગ તરફથી દારૂની બદી નેસ્તનાબૂદ કરવા અને દારૂની હેરાફેરી કરનારાઓ સામે કડક પગલા ભરવા સુચનાઓ આપવામા આવી હતી.એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી જાડેજાને બાતમી મળી હતી કે દાહોદ જીલ્લાના સંજેલી તરફથી દારૂના જથ્થા ભરેલી ટાટા પીકઅપવાન મોરવા હડફ થઈ સંતરોડ તરફથી હાલોલ તરફ જવા નીકળી છે આથી એલસીબી પીએસઆઈ આઈ.એ.સીસોદીયા તેમજ પોલીસ સ્ટાફ દ્રારા લીલેશરા ચોકડી પાસે વોચ ગોઠવામાં આવી હતી.બાતમીના વર્ણનવાળી ગાડી આવતા તેને રોકીને તપાસ કરવામાં આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.ગાડીના પાછળના ડાલામાં દારૂની પેટીઓ ગોઠવેલી હતી. પોલીસે ગાડીના ચાલક દિનેશભાઈ નવલભાઇ પારગી રહે. બટકવાડા જી મહિસાગર ની અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય એક આરોપી મોહસીન શેખ રહે ઘોઘાવાડા પાવાગઢ રોડ.તા હાલોલને વોન્ટેડ જાહેર કરવામા આવ્યો છે. એલસીબી પોલીસે ૪,૮૯,૧૨૦ લાખ રૂપિયાનો દારૂ સહિતનો મૂદામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

વિજાપુર દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત દ્વારા મામલતદારને આવેદન પત્ર સોંપાયુ

editor

વસ્ત્રાપુરમાં એક જ સમયે ચાર સોનાની ચેઇન લૂંટાઇ

aapnugujarat

देश में अहमदाबाद रेल्वे स्टेशन ७वें नंबर पर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1