Aapnu Gujarat
રાષ્ટ્રીય

પ્રેગ્નન્ટ મહિલાઓને મિનિસ્ટ્રી ઓફ આયુષ દ્વારા સલાહ : તંદુરસ્ત બાળક માટે નો મીટ, નો સેક્સ

ભારતમાં દર વર્ષે ૨૬ મિલિયન બાળકો જન્મે છે તે જોતાં મોદી સરકારના મિનિસ્ટ્રી ઑફ આયુષે તંદુરસ્ત બાળક માટે પ્રેગ્નન્ટ સ્ત્રીઓને સલાહ આપી છે કે માંસ ન ખાઓ, ગર્ભધારણ કર્યા પછી સેક્સ ન કરો, ખરાબ સંગતને ટાળો, આધ્યાત્મિક વિચારો રાખો અને તમારા રૂમમાં સારા અને સુંદર ચિત્રો લગાવો.સરકારી સંસ્થા સેન્ટ્રલ કાઉન્સીલ ફોર રિસર્ચ ઇન યોગ એન્ડ નેચરોપથી, જેની વેબસાઇટ પર યોગ અને નેચરોપથીને ‘જૂની અને સારી ભારતીય પારંપરિક સ્વાસ્થ્ય સંભાળની પદ્ધતિઓ જેનો સદીઓ જૂનો ઇતિહાસ છે’ તે રીતે દર્શાવવામાં આવ્યાં છે, તેના સંદર્ભમાં જોતાં આ સૂચનો મધર એન્ડ ચાઇલ્ડ કેર નામની બુકલેટનો એક હિસ્સો છે.આ બુકલેટને ૨૧ જૂને ઇન્ટરનેશનલ યોગ-ડે નિમિત્તે આયુષ માટેના રાજ્યકક્ષાના મંત્રી શ્રીપદ નાઇક દ્વારા રીલીઝ કરવામાં આવી હતી.
મિનિસ્ટ્રી ઑફ આયુષની સ્થાપના ૯ નવેમ્બર, ૨૦૧૪ના રોજ કરવામાં આવી હતી. પહેલા તે ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન એન્ડ હોમિયોપેથીના નામે ઓળખાતું હતું.આ મિનિસ્ટ્રીને નવું નામ ‘આયુષ’ આપવામાં આવ્યું.જીવનમાલા હોસ્પિટલ અને એપોલો હેલ્થકેર ગ્રુપની નોવા સ્પેશિયાલિટી હોસ્પિટલ્સના સિનિયર ગાયનેકોલોજીસ્ટ અને ઓબ્સ્ટેટ્રિશિયન (પ્રસૂતિવિજ્ઞાની) ડૉ. માલવિકા સભરવાલ જણાવે છે કે, “આવી સલાહ એકદમ અવૈજ્ઞાનિક છે. પ્રોટીનની ખામી, કુપોષણ અને એનેમિયા એ પ્રેગ્નન્ટ સ્ત્રીના સ્વાસ્થ્ય માટે વધુ ચિંતાનો વિષય છે અને માંસ એ પ્રોટીન અને આયર્ન બંનેનો એક બહુ મોટો સ્ત્રોત છે. પ્રોટીન અને આયર્ન શાકાહારી ખોરાકની સરખામણીએ માંસાહારી ખોરાકમાંથી વધુ મળે છે.”સભરવાલ કહે છે કે, “જ્યાં સુધી દૈહિક સંબંધોની વાત છે, તો જો પ્રેગ્નન્સી નોર્મલ હોય તો પછી તે દરમિયાન દેહસંબંધથી દૂર રહેવાની કોઇ જરૂર નથી કારણકે, બાળક એમનિયોટિક ફ્લુઇડ અને યુટરસ મસલ્સથી ગર્ભમાં સુરક્ષિત હોય છે.”ફોર્ટિસ ગુડગાંવના ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજીના ડાયરેક્ટર ડૉ. સુનીતા મિત્તલ કહે છે કે, “પ્રેગ્નન્સી રહ્યાના પહેલા ત્રણ મહિનામાં સાવચેતી જરૂરી હોય છે, કારણકે તે દરમિયાન ગર્ભનાળ નીચેના ભાગમાં હોય છે અને કોમ્પ્લિકેટેડ પ્રેગ્નન્સી હોય તો મિસકેરેજના ચાન્સ પણ વધી જાય છે.”કેટલાંક અભ્યાસમાં દર્શાવાયું છે કે માતાનો તણાવ, ચિંતા અને હતાશા બાળકના વિકાસને અસર કરે છે. ડૉ. સભરવાલ જણાવે છે કે, “પ્રેગ્નન્ટ સ્ત્રીઓએ વધુ ને વધુ ખુશ રહેવાની જરૂર હોય છે. તેમણે ખુશ રહેવા માટે કેવું વિચારવું જોઇએ અને શું કરવું જોઇએ તે બાબતે લાંબી લાંબી સલાહો આપવા કરતા આપણે તેમને તેઓ જેનાથી ખુશી અનુભવતા હોય તેવા કાર્યો કરવા દેવા જોઇએ અને તેમના પરિવારને પ્રેગ્નન્ટ સ્ત્રીનો મજબૂત સપોર્ટ બનવા માટે કહેવું જોઇએ.”

Related posts

राफेल के कारण पाकिस्तान-चीन पर हम भारी : वायु सेना

aapnugujarat

बैंक और डाकघर को मिली नई सुविधा

editor

Vaccination drive to be conducted according to sequence and priority set by Centre, should not be changed : CM Yogi

editor

Leave a Comment

URL