Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

અમેરિકાએ ચીની વસ્તુઓ પરની આયાત ૨૫ ટકા વધારી

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની શરૂઆત થઇ ચુકી છે. ધારણા પ્રમાણે જ અમેરિકાએ આજે ૩૪ અબજ ડોલરના ચીની આયાત ઉપર ૨૫ ટકાના નવા ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. આની સાથે જ અમેરિકાએ ચીનને મોટો ફટકો આપ્યો હતો. આના જવાબમાં ચીને પણ આજે જ અમેરિકી ચીજવસ્તુઓ ઉપર ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. અમેરિકા દ્વારા ચીની ચીજવ્તુઓ ઉપર નવા ટેરિફ લાગૂ કરવાની જાહેરાત બાદ ચીને પણ જેવા સાથે તેવાના ભાગરુપે અમેરિકાથી આયાત કરવામાં આવતી આશરે ૫૪૫ ચીજવસ્તુઓ ઉપર ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી દીધી હતી. ખાસ બાબત એ છે કે, ચીનનો નિર્ણય પણ ૩૪ અબજ ડોલરની કિંમત સુધી અમેરિકી આયાત ઉપર પ્રતિકુળ અસર કરશે. ચીને સાફ શબ્દોમાં કહ્યું છે કે, તે અમેરિકાના નિર્ણયથી પોતાના હિતોની સુરક્ષા માટે પુરતા પગલા લેશે. ચીનના વાણિજ્ય મંત્રાલય દ્વારા પોતાની વેબસાઇટ ઉપર જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકા દ્વારા ઇતિહાસના સૌથી મોટા ટ્રેડવોરની શરૂઆત કરીને ચીન સામે ટ્રેડવોરની શરૂઆત કરી દીધી છે. ચીને પોતાના લોકો અને દેશના હિતોની સુરક્ષા માટે પુરતા પગલા લીધા છે. મંત્રાલયનું કહેવું છે કે, આ ડ્યુટી હકીકતમાં અમેરિકાએ પ્રભુત્વ જમાવવાના પ્રયાસરુપે લાગૂ કરી છે. જેની ગ્લોબલ ઇન્ડસ્ટ્રી પર પ્રતિકુળ અસર થશે. આનાથી ગ્લોબલ ઇકોનોમિક રિકવરી પણ જોવા મળશે. ચીને કહ્યું છે કે, અમેરિકાના આ પગલાથી ટ્રાન્સનેશનલ કંપનીઓ, સામાન્ય કંપનીઓની સાથે સાથે નવા વૈશ્વિક ગ્રાહકો ઉપર અસર થશે. ચીની મંત્રાલયનું કહેવું છે કે, અમેરિકી કારોબારી અને ગ્રાહકોને પણ આના કારણે માઠી અસર થશે. અમેરિકી ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન ચાઇનાના ચેરમેન વિલિયમ જેરિટે કહ્યું છે કે, આ પ્રકારના ટ્રેડવોરમાં વિજેતા કોઇપણ સાબિત થશે નહીં. કાઉન્ટર પ્રોડક્ટીવ ઇમ્પોર્ટ ટેરિફ માત્ર અમેરિકા અને ચીનની અર્થવ્યવસ્થાને જ નુકસાન કરશે નહીં બલ્કે આનાથી સમગ્ર દુનિયાના દેશને અસર થશે. ટ્રમ્પ દ્વારા જૂન મહિનામાં જ આ અંગેની જાહેરાત કરી દેવામાં આવી હતી. હવે અમેરિકી કસ્ટમ અધિકારીઓ ૮૦૦થી વધારે ચીની પ્રોડક્ટ ઉપર ૨૫ ટકા ટેરિફ વસુલ કરશે. એટલું જ નહીં આગામી બે સપ્તાહમાં અમેરિકા ૧૬ અબજ ડોલરના અન્ય ચીની પ્રોડક્ટ ઉપર પણ પ્રતિબંધ લાગૂ કરશે. ચીનમાં યુએસ કંપનીઓ માટે નવી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. જેરિટે કહ્યું છે કે, તેઓ ચીનમાં બિઝનેસ કરી રહેલી અમેરિકી કંપનીઓને લઇને ચિંતાતુર છે. આ પ્રકારથી અમેરિકા અને ચીન વચ્ચે વધતા જતાં ટેન્શનના લીધે તેમનું કામ કરવું મુશ્કેલ થઇ જશે. બંને સરકારોને અપીલ કરવામાં આવી છે કે, કોઇ રચનાત્મક નિષ્કર્ષ સુધી પહોંચવા આમને સામને બેસીને ચર્ચા કરવામાં આવી શકે છે. ટ્રેડવોરને લઇને છેલ્લા ઘણા દિવસથી હિલાચાલ ચાલી રહી હતી.
અમેરિકાએ ચીની આયાત ઉપર જંગી ટેરિફ લાગૂ કરતા જોરદાર ખેંચતાણની શરૂઆત થઇ છે. એક નિવેદનમાં વાણિજ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમેરિકાના પગલા વિશ્વ વેપાર નિયમોના ખુલ્લા ભંગ સમાન છે. આર્થિક ઇતિહાસમાં સૌથી મોટાપાયે ટ્રેડવોરની શરૂઆત આના લીધે થઇ ચુકી છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ ટ્રમ્પે આ મુદ્દા પર વિસ્તારપૂર્વક વાત કરી હતી.

WTOમાં અમેરિકા સામે રજૂઆત કરવા ચીન તૈયાર
દ ચીન લડાયક મૂડમાં દેખાઈ રહ્યું છે. ચીને સાફ શબ્દોમાં કહ્યું છે કે, તે આ મામલાને ડબલ્યુપીઓની બેઠકમાં પણ ઉઠાવશે. આનાથી દુનિયાના દરેક દેશને માઠી અસર થશે. અમેરિકા અને ચીનની અર્થવ્યવસ્થાની સાથે સાથે કાઉન્ટર પ્રોડક્ટીવ ઇમ્પોર્ટ ટેરિફની સીધી અસર થશે. ૮૦૦ ચીની પ્રોડક્ટ ઉપર અસર થનાર છે. બીજી બાજુ અમેરિકા ૧૬ અબજ ડોલરની અન્ય ચીની પ્રોડક્ટ ઉપર પણ ટેરિફ લાગૂ કરવાની તૈયારીમાં છે. ચીનમાં કામ કરતી અમેરિકી કંપનીઓ ઉપર ચીન દબાણ લાવવાના મૂડમાં દેખાઈ રહ્યું છે. ટ્રેડવોરની સ્થિતિ છે ત્યારે એક ચીની કંપની ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી અભિયાન માટે ધ્વજ બનાવી રહી છે. ૨૦૨૦માં બીજી વખત ચૂંટાઈ આવવાના પોતાના અભિયાન માટે ડોનાલ્ડ ટ્રમ્પ ચીની કંપની પાસેથી ધ્વજ બનાવી રહ્યા છે. ખેંચતાણના દોર વચ્ચે ટ્રમ્પના આ નિર્ણયને આશ્ચર્યજનક ગણવામાં આવે છે.

Related posts

भाजपा के लगभग 7 करोड़ नए सदस्य बने

aapnugujarat

સંસદમાં ૬ માસિક આર્થિક સર્વેઃ ૨૦૦૦ કરોડ રૂપિયાના ૧૦ નમામિ ગંગે પ્રોજેક્ટ મંજૂર

aapnugujarat

कांग्रेस असमंजस में : राज बब्बर और अजहरुद्दीन ने खड़ी की अजब उलझन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1