Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સ ૮૪ પોઈન્ટ અપ

શેરબજારમાં આજે ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. જો કે, કારોબારના અંતે સેંસેક્સમાં તેજી રહી હતી. સેંસેક્સ ૮૩ પોઇન્ટ ઉછળીને ૩૫૬૫૮ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૩ પોઇન્ટ ઉછળીને ૧૦૭૭૩ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો રહ્યો હતો. અશોક લેલેન્ડ, હિરો મોટો અને તાતા મોટર્સના શેરમાં તેજી નોંધાઈ હતી. અબજો ડોલરના કારોબાર પર અમેરિકા અને ચીન દ્વારા એકબીજા ઉપર ટેરિફ લાદવાના નિર્ણય બાદ શેરબજારમાં અફડાતફડી રહી હતી. યુરો ત્રણ સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો પરંતુ ચિંતા પ્રવર્તી રહી છે. એશિયન શેરબજારમાં પણ અફડાતફડી રહી હતી. ટ્રેડવોરની દહેશત કારોબારમાં નહીવત જેવી દેખાઈ હતી. જો કે, આગામી દિવસોમાં તેની અસર રહી શકે છે. ચીની શેરબજારમાં રિકવરી રહી હતી. અમેરિકાએ ચીનમાંથી ૮૦૦ ચીજવસ્તુઓ ઉપર ટેરિફ લાગૂ કરવામાં આવ્યો છે જે ૩૪ અબજ ડોલરની કિંમત છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે, અમેરિકા ૫૦૦ અબજ ડોલરની ચીની વસ્તુઓને ટાર્ગેટ બનાવશે. ઇન્ટ્રા ડેના કારોબારથી રૂપિયામાં ૨૧ પૈસાની રિકવરી જોવા મળી હતી. માઇક્રો મોરચા ઉપર ભારતની મેન્યુફેક્ચરિંગ સ્થિતિમાં જૂન મહિનામાં સુધારો થયો છે. ડિસેમ્બર ૨૦૧૭ બાદ સૌથી મજબૂત સુધારો થયો છે. હજુ સુધી વર્ષ ૨૦૧૮માં નવા ઓર્ડર અને ઉત્પાદનમાં વધારાની અસર જોવા મળી રહી છે. બજાર માટે ઉપયોગી ગણાતા નિક્કી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ મે મહિનામાં ૫૧.૨થી વધીને જૂન મહિનામાં ૫૩.૧ થઇ ગયો છે. ભારતના મેન્યુફેક્ચરિંગ અર્થતંત્રમાં સ્થિતિ સૌથી ઝડપથી સુધરી છે. સતત ૧૧માં મહિનામાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈનો આંકડો ૫૦ પોઇન્ટથી ઉપર રહ્યો છે. દલાલસ્ટ્રીટમાં હવે જે પરિબળો નજરે પડનાર છે તેમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ, ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રૂડ ઓઇલની કિંમતો, માઇક્રો ડેટા, ઓટોના શેર, હાલમાં જ સરકારી કંપની દ્વારા જારી કરવામાં આવેલા આઈપીઓ, યુએસ જોબ ડેટા જેવા પરિબલોની અસર થશે. ડોલર સામે રૂપિયાની ચાલ ઉપર પણ નજર રહેશે. વૈશ્વિક સ્તર પર ઓઇલ કિંમતો હાલમાં ફરી એકવાર વધી છે. શેરબજારમાં ગઇકાલે ગુરૂવારના દિવસે મંદીનું મોજુ રહ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૭૧ પોઇન્ટ ઘટીને ૩૫૫૭૫ની નીચી સપાટીએ રહ્યો હતો. ઇન્ફોસીસ અને ટાટા સ્ટીલના શેરમાં તીવ્ર ઘટાડો રહ્યો હતો. ચીન ઉપર અમેરિકી ટેરિફ લાગૂ કરવાની સમય મર્યાદા દેખાઈ રહ્યા છે. તેની અસર પણ જોવા મળી શકે છે. બીએસઈ સેંસેક્સ આજે ૭૧ પોઇન્ટ ઘટીને ૩૫૫૭૫ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૦ પોઇન્ટ ઘટીને ૧૦૮૫૦ની સપાટીએ રહ્યો હતો. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઇને જોરદાર ખેંચતાણની સ્થિતિ જોવા મળી રહી છે. અમેરિકાએ ચીની ચીજવસ્તુઓ ઉપર ટેરિફ લાગૂ કરી દીધો છે. આની હિલચાલ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી હતી. એશિયન શેરબજારમાં ચીની શેરબજારે તેજીનું નેતૃત્વ કર્યું હતું. ટેરિફના પગલાની અસર પહેલાથી જ દેખાઈ ચુકી છે. અમેરિકા દ્વારા કરાયેલા નિર્ણય બાદ ચીન સરકાર દ્વારા પણ અમેરિકા સામે જેવા સાતે તેવાના ભાગરુપે ટેરિફ લાગૂ કરી દીધા છે. ઓટો ટ્રેડ ટેરિફ ઉપર અમેરિકા અને યુરોપ વચ્ચે સમાધાનની શક્યતા પણ દેખાઈ રહી છે. રૂપિયામાં રિકવરી ભારત સાથે સારા સંકેત તરીકે છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર દ્વારા સાવધાનીપૂર્વક તમામ બાબો ઉપર નજર ર્ખાઈ રહી છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

दक्षिण कश्मीर में सुरक्षाबलों ने शुरु किया सर्च ऑपरेशन

aapnugujarat

ओवैसी का मोदी सरकार पर निशाना, कानून में सुधार से ही रुक सकती है मॉब लिंचिंग

aapnugujarat

અનશન ટાળવા કેજરીવાલનો નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1