Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સંસદમાં ૬ માસિક આર્થિક સર્વેઃ ૨૦૦૦ કરોડ રૂપિયાના ૧૦ નમામિ ગંગે પ્રોજેક્ટ મંજૂર

સંસદમાં છ માસિક આર્થિક સમીક્ષા રજૂ કરવામાં આવી હતી. સર્વેમાં ૨૦૦૦ કરોડના ખર્ટે ૧૦ નમામિ ગંગે પ્રોજેક્ટ્‌સને મંજૂરી મળી ગઈ છે. સાથે નાણાકીય વર્ષ ૨૦૧૯ માટે ૧.૯૯ લાખ કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન રજૂ કરવામાં આવ્યું છે.
આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦માં ફર્ટિલાઈઝર સબસિડી માટે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન મુકવામાં આવ્યું છે. તે ઉપરાંત કહેવાય છે કે ૨૦૧૯માં ફૂડ સબસિડી માટે ૧.૭૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. તેમજ પેટ્રોલિયમ પ્રોડક્ટ પર ૨૦૧૯માં ૧૮ હજાર કરોડ અને ૨૦૨૦ માટે ૧૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચની સંભાવના વ્યકત કરાઈ છે. તે ઉપરાંત જીડીપી ગ્રોથ ૧૨.૯ ટકા સુધી પહોંચવાની ધારણા મુકાઈ છે.
જીડીપીમાં કેપેક્સનું યોગદાન ૧.૮ ટકા રહેવાનું અનુમાન વ્યકત કરાયું છે. મધ્યમ ગાળા માટે નાણાકીય વર્ષ ૨૦૧૯માં જીડીપી ગ્રોથ ૧૨.૩ ટકા રહેવાની ધારણા મુકાઈ છે.
તેમજ નાણાકીય વર્ષ ૨૦૧૯માં નાણાકીય ખાદ્ય ૩ ટકા રહેવાનું અનુમાન છે. આ સાથે ૨૦૧૯માં ૧.૪૪ લાખ કરોડ રૂપિયાના પેન્શનની ચુકવણી કરવાનું અનુમાન રજૂ થયું છે, તથા નાણાકીય વર્ષ ૨૦૨૦માં ૧.૫૬ લાખ કરોડ રૂપિયાના પેન્શનની ચુકવણી કરવાની ગણતરી રજૂ થઈ છે. ૨૦૧૯ના વર્ષમાં ટેક્સની આવક ૧૫ ટકા વધવાની ધારણા છે અને ૨૦૨૦માં ટેક્સની આવક ૧૪.૫ ટકા વધશે.
આર્થિક સર્વેમાં દેશમાં ડેવલપમેન્ટનો ટ્રેડ શુ રહ્યો, દેશના કેટલાક ક્ષેત્રમાં કેટલું રોકાણ થયું, ખેતી સહિત અન્ય ઉદ્યોગોમાં કેટલો વિકાસ થયો અને યોજનાઓને કેવી રીતે અમલમાં લાવવામાં આવશે. તેના માટે સસંદને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આર્થિક સર્વેક્ષણ સંસદના બન્ને ગૃહમાં રજૂ કરવામાં આવે છે.

Related posts

નોકરી માટે નેતાઓ પાછળ ન ભાગી પાનની દુકાન કરો : ત્રિપુરાના મુખ્યમંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

aapnugujarat

એચ-૧બી અરજીની પ્રક્રિયા આજથી શરૂ

aapnugujarat

भारतीय नौसेना ने ओमान व फारस की खाड़ी में बढ़ाई सुरक्षा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1