Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા ૮ સેશનમાં બે અબજ ડોલર ખેંચી લેવાયા

વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા આઠ કારોબારી સેશનમાં ભારતીય મૂડી માર્કેટમાંથી ૧૨૬૭૧ કરોડ રૂપિયા અથવા તો બે અબજ ડોલરની રકમ પાછી ખેંચી લીધી છે. સરકારી સિક્યુરિટી યિલ્ડમાં વધારો અને વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થવાના પરિણામ સ્વરુપે વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા આઠ કારોબારી સેશનમાં ૧૨૬૭૧ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ૧૬ મહિનામાં સૌથી જંગી રકમ પાછી ખેંચવામાં આવી છે. એપ્રિલ મહિનામાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાંથી ૧૫૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવ્યા હતા. નવેસરના આંકડા મુજબ વિદેશી મૂડીરોકાણકારોએ બીજી મેથી ૧૧મી મે દરમિયાનના ગાળામાં ડેબ્ટ માર્કેટમાંથી ૮૬૪૧ કરોડ રૂપિયા ખેંચી લીધા છે જ્યારે ઇક્વિટીમાંથી ૪૦૩૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ કુલ પાછા ખેંચાયેલા નાણાનો આંકડો ૧૨૬૭૧ કરોડ રૂપિયા થયો છે. સ્થાનિક શેરબજારમાં સરકારી યિલ્ડમાં વધારો થવાના પરિણામ સ્વરુપે ભારતીય ડેબ્ટ માર્કેટમાંથી એફપીઆઈ દ્વારા નાણા પાછા ખેંચવામાં આવ્યા છે. એફપીઆઈએ આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા સાવચેતીપૂર્વકનું વલણ અપનાવ્યું છે. ઇરાન પરમાણુ કરારને લઇને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવેલા નિર્ણયની અસર પણ જોવા મળી રહી છે. માર્ચ મહિનામાં ઇક્વિટીમાં ૧૧૬૫૪ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા બાદ આ સ્થિતિ સર્જાઈ છે. માર્ચ મહિનામાં ડેબ્ટ માર્કેટમાંથી ૯૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા તે પહેલા વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિનામાં દેશના મૂડી માર્કેટ (ઇક્વિટી અને ડેબ્ટ)માંથી ૧૧૬૭૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. ડિસેમ્બર ૨૦૧૬ બાદથી મૂડીમાર્કેટમાંથી સૌથી જંગી નાણા પાછા ખેંચવામાં આવ્યા હતા. ડિસેમ્બર ૨૦૧૬માં એફપીઆઈ દ્વારા ૨૭૦૦૦ કરોડ પાછા ખેંચવામાં આવ્યા હતા. રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા એફપીઆઈ દ્વારા પ્રોફિટ બુકિંગની સ્થિતિ સર્જવામાં આવી છે. માર્કેટ નિષ્ણાતો માને છે કે, રૂપિયાની નબળી સ્થિતિ, વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં અનિશ્ચિતતા અને અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોના પરિણામ સ્વરુપે વિદેશી મૂડીરોકાણકારો ઉપર અસર થઇ છે. વિદેશી રોકાણકારો વધારે સાવધાન થયા છે. સ્થાનિક રાજકીય ઘટનાક્રમોની સ્થિતિ રહેલી છે. એફપીઆઈ દ્વારા ભારતમાં ઇક્વિટીમાંથી જંગી નાણા પાછા ખેંચવામાં આવી રહ્યા છે. એફપીઆઈના ભાગરુપે ઉભરતા બજારમાં સાવધાનીપૂર્વકનું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં એકબાજુ માર્કેટ મૂડી વધારવા માટે કંપનીઓ વચ્ચે સીધી સ્પર્ધા રહેશે. બીજી બાજુ મૂડીરોકાણકારો એફપીઆઈનું વલણ કેવું રહે છે તે બાબત ઉપર પણ ધ્યાન રહેશે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર સંબંધોમાં અનિશ્ચિતતા અને વધતી ક્રૂડની કિંમતોની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ક્રૂડની વધતી કિંમતોના લીધે તેની સીધી અસર ભારતીય અર્થતંત્ર ઉપર થઇ રહી છે.

Related posts

मद्रास HC ने पतंजलि आयुर्वेद पर लगाया 10 लाख का जुर्माना

editor

મંદિર માટે અચોક્કસ મુદ્દત સુધી રાહ જોવા તૈયાર નથી : વિશ્વ હિન્દુ પરિષદ

aapnugujarat

असम सरकार ने NRC ड्राफ्ट में छूट पाने वाले 1 लाख से ज्यादा लोगों की सूची की जारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1