Aapnu Gujarat
બિઝનેસ

૧૦ પૈકીની નવ કંપનીની મૂડી ૬૫,૧૨૯ કરોડ સુધી વધી છે

છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની નવ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૬૫૧૨૮.૭૭ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આરઆઈએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો આ ગાળા દરમિયાન નોંધાયો છે. એક માત્ર ટીસીએસની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. એચડીએફસી બેંક, આઈટીસી, હિન્દુસ્તાન યુનિલીવર અને એચડીએફસી સહિતની નવ કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં ૨૧૯૨૦.૭૩ કરોડ રૂપિયાનો વધારો થયો હતો જેથી તેની માર્કેટ મૂડી ૬૨૬૨૬૧.૫૦ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે ઓએનજીસીની માર્કેટ મૂડી ૮૯૮૩.૨૬ કરોડ વધીને ૨૪૦૩૬૬.૪૯ કરોડ થઇ છે. આવી જ રીતે એચયુએલની માર્કેટ મૂડી ૮૯૩૯.૫ કરોડ વધીને ૩૨૬૦૪૨.૯૭ કરોડ થઇ ગઇ છે. આઈટીસીની માર્કેટ મૂડી ૭૮૧૦.૭૫ કરોડ વધીને ૩૪૬૪૭૯.૯૩ કરોડ થઇ છે. કોટક મહિન્દ્રા બેંકની મૂડી આ ગાળા દરમિયાન ૬૪૬૦.૫૭ કરોડ વધીને ૨૪૧૧૬૬.૨૮ કરોડ સુધી પહોંચી ગઈ છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ૫૯૨૧.૧ કરોડ વધીને ૫૨૨૧૬૦.૯૧ કરોડ સુધી પહોંચી ગઈ છે. મારુતિ સુઝુકીની માર્કેટ મૂડી વધીને ૨૬૩૯૬૬.૬૨ કરોડ સુધી પહોંચી છે. ઇન્ફોસીસ અને એચડીએફસીની માર્કેટ મૂડીમાં પણ છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન વધારો થયો છે. એકમાત્ર ટીસીએસની માર્કેટમાં ૩૮૭૬.૪૪ કરોડનો ઘટાડો થયો છે જેથી તેની મૂડી ૬૬૨૪૫૮.૩૬ કરોડ સુધી રહી છે.
માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસ હજુ પણ પ્રથમ ક્રમાંક ઉપર છે. બીજા નંબર આરઆઈએલ અને ત્રીજા પર એચડીએફસી બેંક છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેસેક્સમાં ૬૩૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો જેથી તેની સપાટી ૩૫૫૩૫ રહી હતી. આવતીકાલે નવા કારોબારની શરૂઆત થઇ રહી છે ત્યારે કારોબારીઓની નજર હવે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પરિણામ પર કેન્દ્રિત રહેશે. કર્ણાટકમાં ૧૨મી મેના દિવસે મતદાન યોજાયા બાદ ૧૫મીના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. કર્ણાટકના પરિણામોની સીધી અસર શેરબજાર ઉપર રહેશે. બજારની દિશા નક્કી કરવામાં ચૂંટણીની ભૂમિકા રહેશે.

Related posts

સેંસેક્સ ૧૫૧ પોઇન્ટ સુધરીને બંધ

aapnugujarat

ટેક્સટાઇલના સેક્ટરને વધારે રાહતો મળશે : સ્મૃતિનો સંકેત

aapnugujarat

અદાણી જૂથની કંપનીઓમાં ડોલરનો વરસાદ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1