Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં કર્ણાટક ચૂંટણીના પરિણામની અસર રહેશે

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ, વૈશ્વિક ક્રૂડની કિંમતો, ત્રિમાસિક ગાળાના પરિણામના વિવિધ પરિબળોની અસર આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશન ઉપર જોવા મળશે. મોટાભાગના મૂડીરોકાણકારો કર્ણાટક ચૂંટણી અને ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામ ઉપર વધારે આધાર રાકી રહ્યા છે. પાંચ સપ્તાહમાં સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો હાલમાં નોંધાયો હતો. શુક્રવારના દિવસે સેંસેક્સ ૨૯૦ પોઇન્ટ ઉછળીને ૩૫૫૩૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૮૦૦ની સપાટીએ રહ્યો હતો. તેમાં ૯૦ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. આવી જ રીતે સાપ્તાહિક આધાર પર ઇન્ડેક્સમાં ૧.૭૭ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકામાં ફુગાવાના સોફ્ટ ડેટા અને ત્રિમાસિક કમાણીના આશાસ્પદ આંકડાની અસર જોવા મળી રહી છે. કર્ણાટક ચૂંટણીના પરિણામ પર હવે તમામની નજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કર્ણાટ ચૂંટણીમાં જો ભાજપને બહુમતિ મળશે તો રોકાણકારોનો આત્મવિશ્વાસ વધશે. માર્કેટ નવી ઉંચાઈ તરફ વધી શકે છે. જો કે જો કોઇપણ પીછેહઠ મોદી સરકારને થશે તો સાહસી સુધારાના પગલા પર મોદી સરકારને ધીમીગતિથી આગળ વધવાની ફરજ પડશે. હેમ સિક્યુરિટીના ડિરેક્ટર ગૌરવ જૈન દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. એક્ઝિટ પોલમાં મોટાભાગે ભાજપ અને કોંગ્રેસ બંનેને બહુમતિ મળી રહી નથી. ૭૦ ટકાની આસપાસ મતદાન થયું હતું. કોંગ્રેસ માટે પણ આ ચૂંટણી મહત્વપૂર્ણ છે. ઓપિનિયન પોલમાં મોટાભાગે સૌથી મોટી પાર્ટી તરીકે કોંગ્રેસ રહેવાની વાત કરવામાં આવી રહી છે. કોર્પોરેટ કમાણીના આંકડા બજારની દિશા નક્કી કરશે. આવતીકાલે સોમવારના દિવસે હિન્દુસ્તાન યુનિલીવર, બોમ્બે ડાઇંગ, એબોટ ઇન્ડિયાના પરિણામ જાહેર કરાશે. આવી જ રીતે ૧૫મીના દિવસે લ્યુપિન, પંજાબ નેશનલ બેંક, બ્રિટાનિયા, રિલાયન્સ કોમ્યુનિકેશન અને સિન્ડિકેટ બેંકના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આઈટીસી, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલના પરિણામ બુધવારે જાહેર થશે. જેકે ટાયર અને વોલ્ટાજના ૧૭મીએ જાહેર થશે. અશોલ લેલેન્ડ, બજાજ ઓટો, દાલમિયાં ભારત, ડેન નેટવર્કના પરિણામ ૧૮મી મેના દિવસે જાહેર કરવામાં આવનાર છે. આવી જ રીતે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટના પરિણામને લઇને પણ ચર્ચા છે. એપ્રિલ ૨૦૧૮ માટેના સીપીઆઈ અને ડબલ્યુપીઆઈના આંકડા આવતીકાલે જારી કરવામાં આવનાર છે. માર્ચ ૨૦૧૮માં સીપીઆઈ અને ડબલ્યુપીઆઈના આંકડા ક્રમશઃ ૪.૨૮ અને ૨.૪૭ ટકા રહ્યા હતા. વૈશ્વિક બજારોની વાત કરવામાં આવે તો ૪ મહાકાય બેંકોના પરિણામ પણ આશ્ચર્ય સર્જી રહ્યા છે. શુક્રવારના દિવસે ક્રૂડની કિંમતોમાં ઘટાડો થયો હતો. જો કે, ક્રૂડની કિંમત ટૂંકા ગાળામાં બેરલદીઠ ૮૦ ડોલરની સપાટી ઉપર પહોંચી શકે છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધુ ભડકો થઇ શકે છે. છેલ્લા સપ્તાહમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પરમાણુ સમજૂતિમાંથી બહાર નિકળી જવાનો નિર્ણય કર્યો હતો. જો ઇરાનમાં અંધાધૂંધીના લીધે તેલ કિંમતો નવેસરથી ઉંચી સપાટી ઉપર જશે તો ભારત સહિત વૈશ્વિક અર્થતંત્ર ઉપર તેની પ્રતિકુળ અસર થશે.

Related posts

રાહુલે અમેઠીમાંથી ઉમેદવારીપત્ર દાખલ કર્યું

aapnugujarat

शोपियां में सुरक्षाबलों ने 4 आतंकियों को किया ढेर

aapnugujarat

सिंधु संधि के तहत भारत को पावर प्रोजेक्ट बनाने विश्व बेंक ने दी इजाजत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1