Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મંદિર માટે અચોક્કસ મુદ્દત સુધી રાહ જોવા તૈયાર નથી : વિશ્વ હિન્દુ પરિષદ

રામ મંદિર ઉપર કાયદાકીય પ્રક્રિયા બાદ સરકાર તરફથી વટહુકમ લાવવાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદથી ઘણા હિન્દુ સંગઠનોમાં નારાજગી દેખાઈ રહી છે. વિહિપના આંતરરાષ્ટ્રીય કારોબારી અધ્યક્ષ આલોકકુમારે કહ્યું છે કે, મંદિર નિર્માણ માટે અચોક્કસ મુદ્દત સુધી કોર્ટમાં ચુકાદાને ઇન્તજાર કરી શકાય નહીં. તેમણે કહ્યું છે કે, મોદીના નિવેદનથી તેઓ સહમત નથી. હિન્દુ સમાજ મંદિર નિર્માણ માટે અચોક્કસ મુદ્દત સુધી રાહ જોવા માટે ઇચ્છુક નથી. આ પહેલા મંગળવારના દિવસે જ સંઘે પણ પીએમના નિવેદન ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, તેમની અવધિમાં જ મંદિર નિર્માણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે જરૂરી છે. મંગળવારના દિવસે એક સમાચાર ચેનલને આપેલી મુલાકાતમાં મોદીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર મામલાની સુનાવણી પૂર્ણ થઇ ગયા બાદ જ વટહુકમ લાવવાને લઇને વિચારણા કરવામાં આવશે. વિહિપના વડા આલોકકુમારે કહ્યું છે કે, હિન્દુ સમાજ કોર્ટના ચુકાદાનો અનંતકાળ સુધી ઇંતજાર કરવા માટે તૈયાર નથી. રામ મંદિરને લઇને ચોથી જાન્યુઆરીના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટમાં મંદિર મુદ્દા પર દરરોજ સુનાવણીની માંગ કરીને અરજી દાખલ કરવામાં આવી છે. મોદીએ મંદિરને લઇને વટહુકમના પ્રશ્ન પર કહ્યું હતું કે, કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ જ સરકાર આગળ વધશે. અનેક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકાર તરીકે અમારી જે પણ જવાબદારી છે તે જવાબદારી પૂર્ણ કરવા પ્રયાસ કરાશે. અમે તમામ પ્રયાસ કરવા તૈયાર છે. ત્રિપલ તલાકના મુદ્દા ઉપર પણ મોદીએ કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર મુદ્દા ઉપર ત્રિપલ તલાકની જેમ વટહુકમ લાવવાની બાબત યોગ્ય દેખાતી નથી. બંને મામલામાં ખુબ અંતરની સ્થિતિ છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આગળ વધાશે.

Related posts

રામ મંદિર મામલે ઉદ્ધવ ઠાકરેનું સરકારને અલ્ટીમેટમ

aapnugujarat

જીએસટી : હેલ્થકેર-એજ્યુકેશનને મુક્તિ, સર્વિસેજ ઉપર ચાર દરો

aapnugujarat

SC approves hearing on plea to live-stream Ayodhya title dispute hearings

aapnugujarat

Leave a Comment

UA-96247877-1