Aapnu Gujarat
Uncategorized

‘‘મહિલા કર્મયોગી દિવસ’’ ની રાજકોટના બહુમાળી ભવન ખાતે થયેલ ઉજવણી

રાજકોટના બહુમાળી ભવન ખાતે ‘‘મહિલા કર્મયોગી દિવસ’’ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ હતી. રાજયભરમાં થઇ રહેલી મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત રાજકોટના રેસકોર્સ રોડ ખાતે આવેલ બહુમાળી ભવનના મધ્યસ્થ ખંડ ખાતે ‘‘મહિલા કર્મયોગી દિવસ’’ બિલ્કુલ અનૌપચારિક વાતાવરણમાં ઉજવાયો હતો, જેમાં બહુમાળી ભવનની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતી બહેનો મોટી સંખ્યામાં જોડાઇ હતી.

આ પ્રસંગે નાયબ પોલિસ અધિક્ષક સુશ્રી શ્રુતિ મહેતાએ ઉપસ્થિત મહિલાઓને ઘરના પ્રત્યેક નિર્ણયોમાં સ્ત્રીઓને સામેલ કરવા ખાસ જણાવ્યું હતું. પ્રશ્નોત્તરીના માધ્યમથી તેમણે ઉપસ્થિત બહેનોને મહિલાઓના અધિકારોના રક્ષણ માટે બનેલા કાયદાઓની સરળ ભાષામાં સમજૂતી આપી હતી, અને એકદમ સાવચેતીપૂર્વક મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવા પર ભાર મુકયો હતો, જેથી સાઇબર ક્રાઇમથી બચી શકાય.

જિલ્લા રજિસ્ટ્રારશ્રી ટી.સી.તીર્થાણીએ વેધક  શબ્દોમાં ઉપસ્થિત બહેનોને જણાવ્યું હતું કે, સ્ત્રીઓએ પુરૂષ સમોવડી બનવાની જરૂર નથી. સ્ત્રીઓને કુદરતે અલગ જ બનાવી છે, અને એ અલગતા જ તેમની આગવી ઓળખ છે, ત્યારે સ્ત્રીઓ પોતાના આ કુદરતી સામર્થ્ય થકી જ આગળ આવે, એવું સૂચન શ્રી તીર્થાણીએ વ્યક્ત કર્યું હતું.

આર્થિક ઉપાર્જનને આજની મહિલાઓ માટેની પ્રાથમિક જરૂરિયાત ગણાવતાં જિલ્લા દફતર નિરીક્ષક શ્રીમતિ મનીષાબેન ભટ્ટે મહિલાઓને બહુઆયામી ભૂમિકા ભજવવાની અને પોતાની આંતરિક શક્તિઓને ઉજાગર કરવાની શીખ આપી હતી.

રોજગાર અધિકારી શ્રીમતિ સરોજબેન સાંડપાએ વંચિતો, કચડાયેલા, નબળા વર્ગોની મહિલાઓ સુધી સરકારની મહિલા કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડવા ઉપસ્થિત બહેનોને ખાસ અનુરોધ કર્યો હતો, જેથી તમામ સ્તરોની મહિલાઓનો સમાન વિકાસ થઇ શકે. મહિલા ફરિયાદ નિવારણ સમિતિના અધ્યક્ષ શ્રી એમ.પી.સોનીએ પ્રાસંગિક પ્રવચનમાં ૨૦૧૩ના મહિલા સતામણીના કાયદા વિષે સમજૂતી આપી હતી. મદદનીશ રજિસ્ટ્રાર શ્રીમતિ નીલમબેન ચાવડાએ સ્વાગત પ્રવચનમાંમહિલા સશક્તિકરણ પખવાડિયાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.

રાજકોટની સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારની કચેરી દ્વારા યોજાયેલા આ કાર્યક્રમનો દિપપ્રાગટયથી શુભારંભ થયા બાદ બહેનોએ સામુહિક પ્રાર્થના રજૂ કરી હતી. ઉપસ્થિતોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું, અને તમામ આમંત્રિતોને સ્મૃતિચિહ્ન તરીકે રાષ્ટ્રધ્વજ એનાયત કરાયા હતા.

Related posts

મહિલા પોલીસ SHE ટીમ અને એપિક ફાઉન્ડેશન તથા પ્રખ્યાત યોગ ગુરુ શ્રી પરેશ પટેલ ( મામાં ) ના માર્ગદર્શન હેઠળ યોગાસન

editor

राजकोट-मोरबी का संयुक्त कृषि महोत्सव गोंडल में हुआ

aapnugujarat

ટંકારામાં આભ ફાટ્યું : ૪ કલાકમાં ૧૨ ઇંચ વરસાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1