Aapnu Gujarat
Uncategorized

પશ્ચિમ રેલ્વે તંત્રની સુપર એકસપ્રેસ કામગીરી : માળીયા પંથકમાં રેલ્વે વ્યવહાર પૂર્વવત થયો

કુદરતી આફત અનેક પ્રકારે જનજીવનમાં ખાનાખરાબી સર્જે છે. માત્ર જાનમાલ નહીં પણ વાહન વ્યવહાર અને રોજ બરોજની કામગીરી પણ ખોરંભે પડે છે. પરિણામે સમાન્યજનને આવા કપરા સમયે જ જરૂરી આવાગમન અને જીવન જરૂરી ચિજવસ્તુઓના પરિવહનને અટકાવતું નૂકશાન જનજીવનને અનેક પ્રકારે અસર કરે છે.

માળીયા મીયાણા ખાતે મચ્છુ -૨ તથા બનાસ નદીના ધોડાપુરના પાણી ફરી વળતાં માળિયા શહેર તથા વાંઢ વિસતારોમાં પુરના પાણીએ અનેક ખાનાખરાબી સર્જી હતી. જેમાં શહેર અને ગ્રામ્ય રસ્તા તથા રેલ્વેટ્રેકને ભારે નુકશાન થયેલ હતું.

માળીયા તાલુકામાં તા.૨૨મી જુલાઇથી ચાલુ રહેલ જલપ્રકોપને કારણે માળીયા – વધારવા તથા માળીયા –ઇન્દ્રનગર રેલ્વે ટ્રેકને ભારે નુકશાન થયું હતું. રેલ્વે ટ્રેકમાં ૧૦૦ થી ૧૫૦ મીટરના ૮ પેચીઝ કરવા પડે તેવા ટ્રેકમાં પડેલા ગાબડા તથા અમુક સ્થળે ઉખડેલા રેલ્વે ટ્રેકના અવશેષો અતિવૃષ્ટિને કારણે થયેલી તારાજીની ભયંકરતા દર્શાવતા હતા. કુલ મળીને ૫૦૦ મીટરનો રેલ્વેટ્રેક સંપૂર્ણ ધોવાઇ ગયો હતો. જેના કારણે રેલ્વે વ્યવહાર બંધ હતો. આ ઉપારાંત રાજકોટ ડિવિઝન હેઠળ આવતો મોરબી-માળીયા રેલ્વે ટ્રેકમાં પણ ૧.૫ કિમીના અંતર વચ્ચે ૧૦થી વધુ જગ્યાએ ખરાબી થઇ હતી.

ઉલ્લેખનીય છે કે આ રેલ્વે ટ્રેક મધ્ય સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતો અગત્યનો ટ્રેક છે. આ ટ્રેક પર મીઠા ઉધોગ અને કચ્છના અન્ય સીમેન્ટ, બેન્ટોનાઇટ,લીગનાઇટ,લાઇટકોલ જેવી મીનરલ પ્રોડકટ અને મીઠા ઉધોગ, ટેક્ષટાઇલ્સ તેમજ મોરબીના ટાઇલ્સ અને ડીઝીટલ ધડીયાળ અને અન્ય ઉપકરણોનો ઉધોગ કે જે નિકાસલક્ષી ઉધોગો છે. તેને પણ પારવાર નુકશાન થયું છે. આમ માત્ર જનજીવન જ નહીં પણ આર્થીક વ્યવહારો પણ આ નુકશાનગ્રસ્ત રેલ્વેટ્રેક તથા રસ્તાઓને કારણે મંદ પડી ગયા હતા. કચ્છ થી મુંબઇ, રાજસ્થાન જતી સયાજી એકસપ્રેસ, ત્રિવેન્દ્રમ  એકસપ્રેસ જેવી મહત્વની ટ્રેનો અને ગુડઝ ટ્રેનો રદ કરવી પડી હતી. કચ્છ એકસપ્રેસને પણ ભુજ થી વાયા પાલનપુર થઇને દોડાવવામાં આવી રહી હતી.પરંતુ રાજય સરકારની રાહબરી હેઠળ રેલ્વેતંત્ર દ્વારા આ નુકશાનગ્રસ્ત રેલ્વે ટ્રેકને ત્વરીત કામગીરી આરંભી ટુંકાગાળામાંજ પુર્વવત કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર એ.કે. ગુપ્તાએ સ્થળ નિરીક્ષણ કર્યા બાદ રાજકોટ ડિવિઝન હેઠળના મોરબી –માળીયા વચ્ચેના દોઢ કિ.મીના રેલ્વેટ્રેક પરના પેચવર્કને ૮૦ માણસોને કામે લગાડી એક સપ્તાહમાં જ તૈયાર કરવામાં આવ્યો છે. જયારે અમદાવાદ ડિવિઝન હેઠળના માળિયા-વાધરવા અને માળીયા – ઇન્દ્રનગર વચ્ચેના ટ્રેકને ૩૫થી વધુ ડમ્પર, જે.સી.બી., રોલર અને ટી.ટી.એમ. જેવી અદ્યતન  મશીનરી અને ૨૦૦થી વધુ માણસોને કામે લગાડી યુધ્ધના ધારણે તા. ૨૩મી થી  દિવસ-રાત કામ આરંભી દેતા અમુક ભાગ તા. ૩૦મી જુલાઇ જયારે બાકીનો ભાગ તા.૩જી ઓગષ્ટના રોજ પરિવહન માટે તૈયાર કરી દેવામાં આવ્યો છે. આમ જનરલ મેનેજરના સતત મોનીટરીંગ અને આસી. એન્જીનીયર શ્રી પ્રતાપસીંગની રાહબરી હેઠળ સધન કામગીરીને કારણે ૧૦મી ઓગષ્ટે ચાલુ થનાર રેલ્વે વ્યવહાર એક સપ્તાહ અગાઉ જ પૂર્વવત થઇ જવા પામ્યો છે.

હાલ આ ટ્રેક પર કચ્છથી અમદાવાદ, મુંબઇ રાજકોટ અને રાજસ્થાન જતી તમામ પેસેન્જર ટ્રેનો અને ગુડઝ ટ્રેનો પુનઃ શરૂ કરવામાં આવતાં આ વિસ્તાર અન્ય વિસ્તારો સાથે રેલ વ્યવહારથી જોડાતાં ફરી ધમધમતો થયો છે.

કેન્દ્ર સરકાર, રાજય સરકાર તથા રેલ્વેતંત્રની ઝડપી તથા સધન કામગીરી અને કર્મનિષ્ઠાને કારણે આ કામ શકય બન્યું છે. “મક્કમ મનોબળ અને અથાગ પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી” એસ્વામિ વિવેકાનંદની ઉકતી અહીં ચરિતાર્થ થાય છે.

સંકલન – રશ્મિન યાજ્ઞીક, સિની. સબ એડીટર, રાજકોટ

 

Related posts

गायों की दुर्दशा के मामले में हाईकोर्ट में पीआईएल की रिट 

aapnugujarat

ઉપલેટામાં ૧૦ ગેરકાયદેસર ખનીજના ટ્રકો ઝડપતું તંત્ર

editor

આદિત્ય પંચોલીએ રામનવમીએ સોમનાથ મહાદેવને શિશ નમાવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1