Aapnu Gujarat
Uncategorized

પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી તથા ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલ

મહેસાણા જિલ્લાના પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી તથા ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલ દ્વારા  શિવજી ના પ્રતીક નંદીને કુદરતી પર્યાવરણમાં રાખી તેમને બચાવવા તથા રોડ પર પશુઓના કારણે વધી રહેલા અકસ્માત અટકાવવા તથા માનવ જિંદગી બચાવવા તથા ટ્રાફિકની સમસ્યા હલ કરવા સામાજિક દાયિત્વની જવાબદારી નિભાવવા તેમણે પોતાના તિરુપતિ ઋષિવન ખાતે આવેલા પોતાના બંગલામાં 5 નંદીનો ઉછેર કરવાનું શરૂ કર્યું છે

અને આ રીતે પોતપોતાના એરીયામાં તથા ગામના ખરાબા ગૌચર જમીન ઊપર તારની વાડ મારીને નાનુ સરખુ તળાવ બનાવીને આવા નંદીવન દરેક તાલુકા અને જીલ્લા લેવલે તૈયાર કરવામાં આવે તો ચોક્કસ થી આપણે આવા પશુધનને બચાવી પણ શકાય અને અકસ્માત પણ બચાવી શકાય આ માટે સરકાર અને સામાજીક સંસ્થાઓને તેમણે અપીલ કરી હતી. તેમણે હાલ તિરુપતિ અને ઋષિવન ખાતે નંદિવન બનાવ્યુ છે હાલ પાચં નંદી થી શરૂઆત કરી છે અને આવનાર સમય માં વધુ ને વધુ આવા નંદી તથા માલિક વગરના  પશુઓને  નિભાવવાની વ્યવસ્થા કરવામાં આવશે તેમની આ પ્રવુતિમાં જીતુભાઈ પટેલ ગ્રીન એમ્બેસેડર. નીલેશભાઈ રાજગોર.જે પી પટેલ વગેરે લોકો આ પ્રવુતિમાં જોડાયા હતા.

Related posts

ત્રણ જિલ્લાના છ બૂથ પર ૧૪ ડિસેમ્બરે ફેર મતદાન

aapnugujarat

સમગ્ર પરગણા વણકર સમાજના પ્રતિનિધિઓનો સન્માન સમારોહ યોજાયો

editor

તાજેતરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલાં ભાવનગરના પોલીસ કર્મીઓના ઘરે જઈને મુખ્યમંત્રીશ્રીનો શોક સંદેશો પાઠવતા શિક્ષણ મંત્રી

editor

Leave a Comment

UA-96247877-1