Aapnu Gujarat
Uncategorized

સમગ્ર પરગણા વણકર સમાજના પ્રતિનિધિઓનો સન્માન સમારોહ યોજાયો

તા.૭ ફેબ્રુઆરી ૨૦૨૨ ને સોમવાર, મહાસુદ સાતમ એટલે વિર મેઘ માયા દેવની ૮૮૩ મી બલિદાન તિથિ માયા સાતમના દિવસે શ્રી વિર મેઘ માયા મંદિર પરિસર, પાટણ મુકામે સમગ્ર પરગણા વણકર સમાજના સભ્યોનો સન્માન કાર્યક્રમ વિર મેઘ માયા મંદિરના મહંત વિશ્વનાથ બાપુની ઉપસ્થિતિમાં ઉન્નતિ ફાઉન્ડેશન અને સંકલ્પ સંસ્થા પાટણના સયુંક્ત ઉપક્રમે રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સમગ્ર પરગણા વણકર સમાજના પ્રમુખ ભીખાભાઇ મકવાણા, સમગ્ર પરગણા વણકર સમાજના સભ્ય સર્વશ્રી મહેશભાઈ પી. રાઠોડ -વિસનગર, વિણાબેન એમ દિપકર-મહેસાણા, કલ્પનાબેન પરમાર – મહેસાણા, બિપીનભાઈ કે. સોલંકી-કલોલ, રસિકભાઈ જે સોલંકી-ચિલોડા, અનિલભાઈ બી પરમાર-અચરાસણ, રમેશભાઈ પી રાઠોડ-વેજલપુર, દક્ષાબેન એ સોલંકી-મંડાલી, દક્ષાબેન જે જાદવ-કલોલ, મગનલાલ જી ડાભી-ગાધીનગર, જિજ્ઞેશકુમાર બી કાપડીયા-મહેસાણા વિગેરે નું ઉન્નતિ ફાઉન્ડેશનના પ્રમુખ પરેશભાઈ મકવાણા અને સંકલ્પ સંસ્થાના પ્રમુખ રાજેન્દ્ર કે. હિરવાણીયાએ તમામ સભ્યોનું શાલ ઓઢાડીને, બુકે આપી તેમજ રાષ્ટ્ર પુરૂષ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીનુ પુસ્તક આપી સન્માન કર્યું હતું.

આ પ્રસંગે મનોજભાઈ સોલંકી, અશોકભાઈ પરમાર, નરેશ મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.સમગ્ર પરગણા વણકર સમાજ દ્વારા પણ વિર માયા દેવ મંદિર ના મહંત વિશ્વનાથ બાપુનું, ઉન્નતિ ફાઉન્ડેશનના પ્રમુખ પરેશભાઈ મકવાણા અને સંકલ્પ સંસ્થાના પ્રમુખ રાજેન્દ્ર કે. હિરવાણીયાનુ વિર મેઘ માયા દેવનુ કેલેન્ડર, બુકે, જય ભીમ નો ખેસ તેમજ ડૉ.આંબેડકર ની મોમેન્ટ આપી સન્માન કર્યું હતું.

Related posts

भारत नंबर-1 टीम है : पोलार्ड

aapnugujarat

અમરેલીમાં ગાબડુ : તાલુકા પ્રમુખે રાજીનામું આપી દીધું

aapnugujarat

પ્રેસનોટ તા.૧૬/૦૩/૨૦૨૦ ______________ ભાભર પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર ના માદક પદાર્થ ગાંજાના છોડનો ૨૯ કીલોગ્રામ જથ્થો કિંમત રૂ.૨.૯૦.૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમ ને પકડી પાડતી એસ.ઓ.જી. બનાસકાંઠા.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1