Aapnu Gujarat
Uncategorized

વિજાપુર તાલુકાના વસઈ ખાતે નવનિર્મિત એસ.ટી.બસ સ્ટેશનનું કરાયુ લોકાર્પણ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા વિજાપુર તાલુકાના વસઈ ખાતે તૈયાર કરવામાં આવેલ નવીન એસ.ટી.બસ સ્ટેશનનું આજ રોજ વિજાપુરના ધારાસભ્યશ્રી રમણભાઇ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કાયૅક્રમની શરૂઆતમાં ધારાસભ્યશ્રી રમણભાઇ પટેલના વરદ હસ્તે રીબીન કાપીને તથા તકતીનું અનાવરણ કરીને રૂપિયા 94.71 લાખના ખર્ચે તૈયાર થયેલ અધતન સુવિધાયુકત એસટી બસ સ્ટેશનને ખુલ્લું મુકાયું હતું. રાજ્યના વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી અને પ્રવાસન મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી રૂપિયા 94.71લાખના ખર્ચે વસઇ ખાતે 3,440 ચોરસ મીટર જમીન વિસ્તારમાં 309 ચોરસ મીટરનું બાંધકામ કરી નવીન એસ.ટી.બસ સ્ટેશન તૈયાર કરવામાં આવેલ છે. જેમાં પ્લેટફોર્મ સહિત વેઇટીંગ હોલ, ટીકીટ અને પાસ રૂમ, ડ્રાઇવર અને કંડકટર રૂમ, કેન્ટીન, વોટર રૂમ,પાર્સલ રૂમ, સ્ટોલ કમ શોપ ઉપરાંત મહિલાઓ અને દિવ્યાંગજનો માટે તમામ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

આ પ્રસંગે આયોજિત કાર્યક્રમની શરૂઆતમાં એસ.ટી.વિભાગના વિભાગીય અધિકારીશ્રી વી.એલ ચૌધરી દ્વારા મંચસ્થ મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરી એસટી વિભાગની સેવાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતુ તેમજ વિભાગના અધિકારીઓ દ્વારા મંચસ્થ મહાનુભાવોનુ પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય કાન્તિભાઈ પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી આપી નવીન એસટી બસ સ્ટેશન માટે વસઈ ગામજનોને શુભેચ્છાઓ પાઠવી હતી.મહેસાણા જિલ્લાના વસઇ ખાતે નવીન બસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે વિજાપુરના ધારાસભ્યશ્રી રમણભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુખ અને સુવિધામાં વધારો થાય તે દિશામાં ઠેર ઠેર આર.સી.સી ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત બસ સ્ટેશનો બનાવાઇ રહ્યા છે અને છેવાડાના વિસ્તારમાં પરીવહનની ઉત્તમ સુવિધા ઉપલ્બધ થઇ છે.  રાજ્યનો એસ.ટી વિભાગ રાષ્ટ્રીય કક્ષાના પરીણામો હાંસલ કરવાની નેમ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે 16 વિભાગો,125 ડેપો ,226 બસ સ્ટેન્ડ સાથે 1554 પીકઅપ સ્ટેન્ડ ધરાવે છે.

      અત્રે ઉલ્લેખનીય છેકે સમગ્ર રાજ્યમાં મહેસાણા એસ.ટી વિભાગે  કર્મયોગીઓના સાથ અને સહકારથી ડિઝલની એવરેજમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજના લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્યશ્રી કાન્તિભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઇ પટેલ, તાલુકા પંચાયત વિજાપુર પ્રમુખ ભાવિકભાઇ પટેલ, મહેસાણા એસ.ટી. વિભાગના નિયામકશ્રી  વી.એલ ચૌધરી,  પટેલ, બાંધાકામ સમિતિ જિલ્લા પંચાયત ચેરમેન રાજુભાઇ પટેલ, વસઈ ગ્રામ પંચાયતના સરપંચશ્રી સહિત એસ.ટી. વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.   

Related posts

માચ્છીમારોનાં આર્થિક ભવિષ્યને નુકશાન કારક લાઈન ફિશીંગને સંદતર બંધ કરવાનાં હેતુ માટે ગુજરાતનાં માચ્છીમારોની અગત્યની મીટીંગ

aapnugujarat

વૈષ્ણોવદેવી ફ્લાય ઓવરનું અમિત શાહે લોકાર્પણ કર્યું

editor

ધોરાજીના ભૂતવડમા ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માં રોષ

editor

Leave a Comment

UA-96247877-1