Aapnu Gujarat
Uncategorized

ત્રણ જિલ્લાના છ બૂથ પર ૧૪ ડિસેમ્બરે ફેર મતદાન

રાજયમાં પહેલા તબકકાનુ મતદાન ૯ ડિસેમ્બરના રોજ હાથ ધરવામા આવ્યુ હતુ.આ મતદાન સમયે મોકપોલની ભૂલના કારણે છ બૂથ ઉપર ૧૪ ડિસેમ્બરના રોજ ફરીથી મતદાન કરાવવાનો ચૂંટણીપંચ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.આ અંગેની વિગત એવી છે કે,રાજયમાં પહેલા તબકકાનુ મતદાન ૯ ડિસેમ્બરના રોજ યોજવામા આવ્યુ હતુ.આ સમયે જામનગર,ગીર સોમનાથ, અને ભરૂચમા ચૂંટણીપંચના નિયમોનુસાર મોકપોલ કરવામા ન આવતા છ બૂથ ઉપર ૧૪ ડિસેમ્બરના રોજ ફરીથી મતદાન કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે.જે અનુસાર ઉનાના બંધારડા અને ગંાગડા બૂથ ઉપર,જામજોધપુરના ધુનડા બૂથ ઉપર અને માનપુરમાં તેમજ નિઝરના ચોરવાડ -૨તથા ઉમરગામના ચાણોદ કોલોની બૂથ પર ફરીથી મતદાન કરાવવાની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામા આવી છે.નિયમઅનુસાર મતદાન શરૂ થાય એના એક કલાક પહેલા મોકપોલ કરવાનુ હોય છે અને જયારે લોકોનું મતદાન શરૂ થાય એ સમયે આ ડેટા ડિલીટ કરી દેવાનો હોય છે.પરંતુ આ છ બૂથમાંથી કેટલીક જગ્યાએ મોકપોલ થયુ નથી તેમજ કેટલીક જગ્યાએ મોકપોલ કલિયર નથી.આ તમામ છ બૂથ ઉપર બીજા તબકકાની સાથે ફરી મતદાન કરાવવામા આવશે. રહેશે.મતદાન સમયે મતદાતાની બીજી આંગળી ઉપર ચૂંટણીની શ્યાહીનુ નિશાન લગાવવામા આવશે.

Related posts

પાવીજેતપુર નજીક ઓરસંગ નદીમાં રેતી ભરવા આવેલી ટ્રકને ચાલક દ્વારા રિવર્સ કરતા કંડકટર ટ્રક નીચે દબાઈ જતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત.

aapnugujarat

જુનાગઢ રેન્જ ડી.આઈ.જી. મનીન્દરસિંઘ પવારે જિલ્લાના અગ્રણી સાથે બેઠક યોજી

aapnugujarat

અમદાવાદથી લખનઉં જતા વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, 54 લોકો સવાર હતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1