Aapnu Gujarat
Uncategorized

બનાસકાંઠા જિલ્લામાં ૩,૩૬૫ આંગણવાડી કેન્દ્રો બાળકોના શિક્ષણ સાથે શરુ

બનાસકાંઠા જિલ્લામાં ૩,૩૬૫ આંગણવાડી કેન્દ્રો બાળકોના શિક્ષણ સાથે શરુ થઈ ગયા છે.રાજ્યમાં આંગણવાડીમાં ભૂલકાઓનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો  સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બે વર્ષ બાદ આંગણવાડીઓ ખુલતા બાલમંદિર બાળકોથી ખિલખિલાટ ગુંજી ઉઠ્યુ હતુ કોરોના ગાઇડલાઈન મુજબ બાળકોનો અભ્યાસ શરુ કરવામાં આવ્યો હતો અને પોષણયુક્ત ખોરાક બાળકોને આપવામાં આવ્યો હતો. કોરોના મહામારીના પ્રકોપને ધ્યાને લઈ નાના ભૂલકાઓને કોરોના સંક્રમણ થી બચાવવા માટે સરકાર દ્વારા આંગણવાડીમાં બાળકોને ગેરહાજર રાખવાનો નિર્ણય લેવાયો હતો.

  ત્યારબાદ હવે આંગણવાડીઓ શરૂ થતા ખારિયા આંગણવાડી કેન્દ્ર માં શિક્ષણ મંત્રીએ મુલાકાત લીધી હતી બાળકોને પ્રવેશ અપાવ્યા પહેલા કંકુ તિલક કરી મોં મીઠું કરાવી પ્રવેશ અપાયો હતો અભ્યાસ માટે બાળકોને રમત ગમત ભાગ 1અને 2 ની કીટો શિક્ષણમંત્રી  વાઘેલાના હસ્તે આપવામાં આવી હતી આંગણવાડી શરુ થતા બાળકોએ રમત ગમતના સાધનોથી રમવાની મજા માણી હતી.ખારિયા આંગણવાડીમાં મુલાકાત લેતા તમામનું શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદી, ઇન્ચાર્જ સિડીપીઓ અલ્પાબેન. બી. દેસાઈ, આંગણવાડી કાર્યકર રમીલાબેન આર જોષી, કમુબા ઝાલા, ગામના સરપંચ કનુભા વાઘેલા, ઉપ સરપંચ કનુજી ઠાકોર, પૂર્વ સરપંચ અંદરસંગ વાઘેલા, રઘુભાઈ જોષી, વાસુભા વાઘેલા સહિત આગેવાનો હાજર રહ્યાં હતાં.

Related posts

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેતપુર શાખામાં નવી કારોબારી ઘોષિત કરાઈ

editor

ઉનાનાં માઢગામ પાસે રૂા. ૧૦.૮૦ લાખનાં ખર્ચે નદીની પુન:જીવીત કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાશે

aapnugujarat

બરવાળામાં કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કરાયું

editor

Leave a Comment

UA-96247877-1