Aapnu Gujarat
Uncategorized

માળીયા હાટીના તાલુકામાં મેઘલ રિવર કોર ગ્રુપની અનોખી કામગીરી

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં વર્ષ 2002 થી ખેડૂતો દ્વારા ઉનાળામાં પડતી પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે મેઘલ કોર ગ્રુપ બનાવવામાં આવ્યુ અને 5 વ્યક્તિના આ ગ્રુપે નદીઓ ઉપર બોરી બંધ બાંધીને નદીઓ માંથી વહી જતા પાણીને રોકવાનું ચાલુ કર્યું ધીરે ધીરે આ ગ્રુપ સાથે અન્ય ગામડાઓના ખેડૂતો પણ કાર્યમાં જોડાઈને વિશાળ  ગ્રુપ બની પુરા તાલુકામાં કાર્યરત થયું જેમાં આ ગ્રુપ દ્વારા ચોમસાના અંતમાં અને શિયાળાની શરૂઆતમાં નદીઓમાંથી વહી જતા પાણીને નદીઓ ઉપર બોરી બંધ બાંધી તેમજ પથ્થરના બંધ બાંધીને પાણી રોકવામાં આવ્યું જેમાં દર વર્ષે આ રીતે બંધ બાંધવામાં આવે છે

તેમજ ફરી ચોમાસાની શરૂઆત  થતાની સાથે આ બંધ ખોલવામાં આવે છે જેમાં સમગ્ર મહેનત ખેડુતો પોતાના ખર્ચે કરે છે ધીરે ધીરે આગાખાન સંસ્થાનો સહયોગ પણ મળ્યો પણ સમયાંતરે બંધ થયો છે પણ ખેડૂતો હાલ પોતાના ખર્ચે પાણી રોકવાનું કામ કરી રહ્યા છે ત્યારે તાલુકાની નદીઓ પર બોરી બંધ બાંધવાથી જે ખેડૂતો ઉનાળાની સિઝન દરમિયાન પાણીની અછતના કારણે ખેતીમાં પાક ન લઈ હતા તે હવે પાક લેતા થયા છે તેમજ સારી એવી કમાણી કરી અને પગભર થયા છે આ વિસ્તાર  ખેડૂતો સારી એવી આવક સાથે પોતાના બાળકોને સારું એવું શિક્ષણ પણ આપતા થયા છે અને પગભર બન્યા

Related posts

પરિણિતી ચોપડા અને સુરજ એક સાથે કામ કરવા તૈયાર

aapnugujarat

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને બેઠકનુ આયોજન

editor

સુપ્રિયા સુલેને કેબિનેટમાં ખાતાની ઓફર થઇ હતી : સંજય રાવત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1