Aapnu Gujarat
Uncategorized

રાધનપુર રેલવે પોલીસને મળી મોટી સફળતા

ગુજરાતમાં પોષડોડા ઉપર ગુજરાત સરકારનો પ્રતિબંધ છે.પરંતુ પરપ્રાંતીયો દ્રારા ગુજરાતમાં નશા યુક્ત પોષડોડા ,ગાંજો,દારૂ વગેરે બોર્ડર પાર કરી પોલીસ બંદોબસ્ત હોવા છતાં પોલીસને ચકમો આપી ગુજરાતમાં પ્રવેશ કરી વેચાણ કરતા હોવાના બનાવો અવાર નવાર સામે આવતા જોવા મળે છે.ત્યારે ગુજરાતની બોર્ડર એરિયા માંથી પસાર થવું જોખમી હોઈ પરપ્રાંતીય શખ્સો એ રેલનો સહારો લઈ 26 કિલ્લો જેનો કિલોનો ભાવ 2500 રૂપિયા ગણી કુલ કિંમત રૂ.65,000 જેટલી રકમના પોષડોડા લઈ ગુજરાતમાં પ્રવેશતા રાધનપુર રેલવે પોલીસે બન્નેને મુદામાલ સાથે રંગે હાથ પકડી લેતા ચકચાર મચી જવા પામ્યો છે.

બરેલી ભુજ રેલવેના પેસેન્જરોની સવારની વેળા એ ટીકીટ તપાસ RPF કરતી હતી તે દરમિયાન બે શખ્સો રાજસ્થાન થી રાધનપુર રેલવે ઉપર ટીકીટ વગર માલુમ પડતા પોલીસને વધુ શક જતા બન્ને શખ્સોની કડક પૂછ પરછ કરતા નશીલા પ્રદાર્થ પોષડોડા મળી આવ્યા હતા.આમ નસીલો પ્રદાર્થ મળી આવતા સી.આર. પી.એફ દ્રારા ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ સરકારી બે પંચો રાખી એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુનો નોંધીવા ની કાર્યવાહી હાથ ધરી હતી.

બન્ને પકડાયેલ આરોપીઓ(1)  કૈલાસસિંહ નંદાસિંહ રાવત (2) રવિન્દ્ર સિંહ નંદસિંહ રાવત બન્ને ભાઈ ઓ રહે રહે.બછાડ તા.આસીન્દ જી.ભીલવાડ રાજસ્થાન વાળા ઓ પોષડોડા સાથે પકડાતા રેલવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

કોડીનાર નજીક એલમપુર પાટીયા નજીક વિદેશી દારૂ ઝડપાયો

aapnugujarat

વિવિધ માંગને લઈ કેમિસ્ટોની આજે દેશભરમાં હડતાળ

aapnugujarat

ચોથા માળેથી માતાને ફેંકનાર પુત્રે કહ્યું, પત્ની અને માતાના ઝઘડાથી થાક્યો’તો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1