Aapnu Gujarat
Uncategorized

કોડીનાર નજીક એલમપુર પાટીયા નજીક વિદેશી દારૂ ઝડપાયો

દારૂબંધી વાળા ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાને અડીને આવેલ સંઘ પ્રદેશ દીવ કે જ્યાં દારૂબંધી નથી ત્યાંથી મોટી માત્રામાં ગુજરાત માં વિદેશી દારૂ ઠાલવવામાં આવે છે.ગુજરાત અને દીવની બોર્ડર પર બે ચેકપોસ્ટ કાર્યરત છે. આમ છતાં બુટલેગરો યેનકેન પ્રકારે દીવમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવવામાં સફળ નીવડે છે. અપવાદરૂપ ક્યારેક બુટલેગરો પોલીસના હાથે ઝડપાઈ પણ જાય છે અને ત્યારે બુટલેગરોનાં નીતનવા નુસ્ખાઓનો પણ પર્દાફાશ થાય છે.


આવો જ કિસ્સો સામે આવ્યો છે. દીવથી ગુજરાતમાં વિદેશી દારૂ ઠાલવવા વેરાવળના બુટલેગરે પેસેન્જર રીક્ષાના છતના ભાગે ચોર ખાનું બનાવી જેમાં સેંકડો બોટલ વિદેશી દારૂ સંતાડી પોલીસની આંખમાં ધૂળ છાંટવાની કોશિશ કરી હતી.જોકે પોલીસની બાઝ નજરે આ ચોર ખાનું ચડી જતાં સમગ્ર ભંડો ફૂટી ગયેલ અને પોલીસ દ્વારા આ સ્પેશિયલ રીક્ષા સાથે તેના ચાલક એવા વેરાવળના બુટલેગરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, દીવેથી ગુજરામાં વિદેશી દારૂ ઠાલવવા દૂધનાં કેન, બસ, ટ્રક, છોટા હાથી, રીક્ષાઓમાં ચોર ખાનાઓ બનાવતા હોવાનાં કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

मेवासा में युवक ने आत्महत्या की

aapnugujarat

ઉપલેટા નગરપાલિકામાં ફરી એક વાર ભગવો લહેરાયો

editor

સુરેન્દ્રનગરની ‘હત્યારી સાવકી મા’નો કેસ નહીં લડે કોઇ વકીલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1