Aapnu Gujarat
Uncategorized

સાસણગીરનું રસુલપુરા ગામ ભારતનું એકમાત્ર સોલાર સ્ટ્રીટલાઈટ પ્રોજેક્ટથી ઝળહળતું ગામ બન્યું

ગીર-સોમનાથ જિલ્લાની કેસર કેરીથી વિશ્વ પ્રસિદ્ધ તાલાલા નજીક આવેલું રસુલપુરા ગામ આજે ઉર્જા બચાવ, પર્યાવરણ જાગૃતિ – પ્રદુષણ મુક્તિનાં સંદેશને સાકાર કરી સોલાર સિસ્ટમની લાઈટોથી ઝળહળતું થયું.આ અંગેનો ભવ્ય સમારોહ રસુલપુરા ગામનાં લોક અને વન વિભાગ તરફથી યોજવામાં આવ્યો જેમાં રાજ્યનાં અગ્ર મુખ્ય વનસંરક્ષક જી.કે.સિંહા, મુખ્ય વન્ય સંરક્ષક જુનાગઢ ડો. એ.પી.સિંહના વરદ્‌ હસ્તે આ લોકાર્પણ કરાયું જેમાં સોલાર મોડ્યુલ ૨૫૦ વોટ અને સોલાર સ્ટ્રીટલાઈટની કુલ કેપિસિટી ૩ કિલો વોટ અને ૪૯ સોલાર એલ.ઈ.ડી. લાઈટ લગાડવામાં આવલ છે. આ કામગીરી રસુલપુરા ઈકોડેવલ્પમેન્ટ સમિતી, વનવિભાગ, પી.જી.વી.સી.એલ. તથા સોલાર પ્રોજેક્ટ એન્ડ ડિઝાઈન રાયચુરા એનર્જી દ્વારા પૂર્ણ કરવામાં આવી.
રાયચુરા એનર્જીના ડાયરેક્ટર મિહીર રાયચુરાએ જણાવ્યું હતું કે, આ પ્રકારનું ભારતનું આ પહેલું ગામ છે જેમાં રૂફ ટોપ દ્વારા વિજળી ઉત્પન્ન કરી પીજીવીસીએલને તથા ગામની ૫૦ જેટલી સ્ટ્રીટલાઈટોને અજવાળાશે. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણાથી અમારે આ દિશામાં વધુ આગેકદમ કરવું છે. આ યોજનામાં ૨૫ વર્ષ સુધી ગ્રામપંચાયતન સ્ટ્રીટલાઈટનું બિલ ઝીરો આવશે. ૨૫ વર્ષની વોરન્ટી સાથે લોકોને નવા યુગમાં જોડવાનું અમારું આ મહત્વનું કદમ છે.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)

Related posts

હાથરસ બનાવ મુદ્દે જેતપુર કોંગ્રેસ મામલતદારને આવેદનપત્ર સોંપ્યું

editor

જામનગર કોવિડ હોસ્પિટલમાં ફાયર ટીમ દ્વારા મોકડ્રિલ યોજાઈ

editor

સાવરકુંડલા વાડી વિસ્તારમાં માથુ કપાયેલી લાશ મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1