Aapnu Gujarat
Uncategorized

સાવરકુંડલા વાડી વિસ્તારમાં માથુ કપાયેલી લાશ મળી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની બોઘરિયાણીની સીમમાંથી ગઇકાલે મોડી સાંજે એક યુવતીની માથુ કપાયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથક સહિત રાજયભરમાં ખળભળાટ મચાવી દીધો છે. યુવતીના માથા વિનાની લાશ જોઇને ભલભલાના કાળજા બેસી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ પણ ખુદ યુવતીની લાશ જોઇ ચોંકી ઉઠી હતી. હાલ તો, સમગ્ર બનાવને લઇ સાવરકુંડલા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. બીજીબાજુુ, યુવતીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીની હત્યા કરી લાશ ફેંકી દેવાઇ હોવાની આશંકા સેવાઇ રહી છે પરંતુ યુવતીનું માથુ કયાં તેની તપાસ પોલીસ ચલાવી રહી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે વાડી વિસ્તારમાં એક યુવતીનો મૃતદેહ પડ્‌યો હોવાની સાવરકુંડલા તાલુકા પોલીસને જાણ થઇ હતી. જેને પગલે પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી તો, પોલીસ પણ યુવતીની લાશ જોઇ ચોંકી ઉઠી હતી કારણ યુવતીની લાશ પડી હતી પરંતુ તેનું માથુ ગાયબ હતું. માથુ કપાયેલી હાલતમાં મળી આવેલી યુવતીની લાશ ડરામણી અને બિહામણી લાગતી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં આ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડ્‌યો હતો. આ યુવતીની ભાળ મેળવવા આસપાસના શહેર અને ગામડામાંથી લાપત્તાનું લિસ્ટ મગાવાયું છે. ભાળ મેળવ્યા બાદ તપાસને વેગ મળશે. આ યુવતીની હત્યા કોણ કરી, તેનું મૃત્યુ ખરેખર કંઇ રીતે થયું હતું, મોતનું કારણ હત્યા જ છે કે અન્ય કંઇ અને જો હત્યા છે તો શા કારણથી કરવામાં આવી તથા મૃતક યુવતી કોણ છે વગેરે સવાલોના જવાબ મેળવવા સાવરકુંડલા તાલુકા પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ બનાવે પગલે સમગ્ર પંથક સહિત રાજયભરમાં ભારે ચકચાર મચી ગઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીની હત્યા કરી લાશ ફેંકી દેવાઇ હોવાની આશંકા છે.

Related posts

ચુડામાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

editor

અમદાવાદમાં વર્લ્ડ સ્યુસાઇડ પ્રિવેન્શન ડેની ઉજવણી કરાઈ

aapnugujarat

राजकोट महामारी के शिकंजे में : दो बच्चों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1