Aapnu Gujarat
ગુજરાત

રમકડાની ગન બતાવી લૂંટારૂ દ્વારા લુંટ

દિવાળી દરમિયાન ચોરી અને લૂંટના બનાવો અટકાવવા માટે રાજ્ય પોલીસવડા દ્વારા સૂચના આપવામાં આવી છે. રોડ પર સતત પેટ્રોલિંગ કરવાના આદેશ છતાં અમદાવાદ જિલ્લાના બારેજા હાઇવે પર સોનીના વેપારી સાથે લૂંટનો બનાવ સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. રાણીપમાં રહેતા અને બારેજામાં સોનીની દુકાન ધરાવતા વેપારી બારેજા હાઇવે પર પેટ્રોલ પંપ પાસે કારનું પંચર બનાવડાવતા હતા ત્યારે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ વેપારીને રમકડાંની ગન બતાવી અને સોનાના દાગીના અને રોકડ રૂ. એક લાખ સહિતની રૂ ૩.પ૦ લાખની મતાની લૂંટ કરી ફરાર થઇ જતાં પોલીસ પણ દોડતી થઇ હતી. આ સમગ્ર બનાવ અંગે અસલાલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના રાણીપ વિસ્તારમાં અર્જુન આશ્રમ રોડ પર આવેલા સુવર્ણ એપાર્ટમેન્ટ-ર ખાતે રહેતા ભાગ્યવાન શાહ અમદાવાદ જિલ્લાના બારેજા ગામમાં સુવર્ણ નામની જ્વેલર્સ નામથી સોના-ચાંદીની દુકાન ધરાવે છે. ગઈકાલે રાતે ભાગ્યવાન દુકાન બંધ કરી ઘર તરફ જવા નીકળ્યા હતા. દરમ્યાનમાં બારેજા ચોકડી પાસે તેમની કારમાં પંચર પડ્‌યું હતું. કારમાં પંચર પડતાં તેઓ એચપીના પેટ્રોલ પંપ પાસે પંચર કરાવવા ઊભા હતા. દરમ્યાનમાં એક બાઈક પર ત્રણ અજાણ્યા શખ્સ આવ્યા હતા. એક શખ્સે તેની પાસે રહેલી રમકડાં જેવી ગન ભાગ્યવાનને બતાવી હતી. ત્યાં હાજર પંચર બનાવતો કારીગર અને ભાગ્યવાન ગભરાઈ ગયા હતા. લૂંટારુઓ કારનો કાચ તોડી અને પાછળની સીટમાં રહેલા બે સોનાનાં મંગળસૂત્ર, પાંચ સોનાની ચેઈન અને રૂ. એક લાખ લઈ નાસી ગયા હતા. ગભરાયેલા વેપારીએ ત્યાંથી ભાગીને પોલીસને જાણ કરી હતી. અસલાલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. લૂંટારુઓએ રમકડાં જેવી ગન બતાવીને લૂંટ ચલાવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. અસલાલી પોલીસે અજાણ્યા લૂંટારુઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. લૂંટારૂઓએ વેપારીને બતાવેલી ગન અસલી હતી કે રમકડાની તે દિશામાં પણ પોલીસે ખરાઇની તપાસ શરૂ કરી છે. પોલીસે આ વિસ્તારના સીસીટીવી સહિતની કડીઓના આધારે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

गुजरात में पानी का गंभीर संकट : अधिकतर बांध खाली

aapnugujarat

સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં વણઝારા અને એન.કે. અમીન ડિસ્ચાર્જ કર્યાં

aapnugujarat

ગાંધીનગરના શિક્ષકને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવૉર્ડ એનાયત

editor

Leave a Comment

UA-96247877-1