Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં વણઝારા અને એન.કે. અમીન ડિસ્ચાર્જ કર્યાં

ગુજરાત સહિત દેશભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આઇપીએસ ડી.જી.વણઝારા અને પૂર્વ ડીવાયએસપી એન.કે અમીનને આજે અમદાવાદની મીરઝાપુર ગ્રામ્ય કોર્ટ સ્થિત સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે બહુ મોટી રાહત આપતા આ કેસમાંથી ડિસ્ચાર્જ(બિનતહોમત) છોડી મૂકવાનો મહત્વનો ચુકાદો આપ્યો હતો. અગાઉ આ બંને નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ આ કેસ સંદર્ભે પ્રોસીકયુશન(ફોજદારી કાર્યવાહીનો કેસ ચલાવવા) અંગે રાજ્ય સરકારે જરૂરી મંજૂરી આપી ન હતી, જેને ધ્યાને લઇ સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટે આજે વણઝારા અને અમીનને આ કેસમાં ડિસ્ચાર્જ કર્યા હતા. ગત તા.૧૫ જૂન ૨૦૦૪ના રોજ અમદાવાદના કોતરપુર વોટર વર્કસ નજીક મુંબઈની ૧૯ વર્ષની ઈશરત જહાં અને તેના સાથીઓ જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લઈ, અમજદ અલી ઉર્ફે રાજકુમાર,અકબર અલી રાણા અને જીશાન જોહર અબ્દુલ ગનીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસે બાદમાં જણાવ્યું હતું કે ઈશરત આંતકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હતી અને તે મોદી સહિતના મહાનુભાવોને ખતમ કરવાના ષડયંત્રના ભાગરૂપે અહીં આવી હતી. જો કે, બાદમાં આ કેસમાં સમગ્ર તપાસ સીબીઆઇને સોપાઇ હતી અને ડી.જી.વણઝારા, એન.કે.અમીન સહિતના ગુજરાતના ટોચના અધિકારીઓને જેલ જવું પડ્‌યું હતું. દરમ્યાન આ કેસના ટ્રાયલ દરમ્યાન બંને પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડી.જી.વણઝારા અને એન.કે.અમીન સામે કેસ ચલાવવા રાજય સરકારની અનુમતિ છે કે કેમ તે મુદ્દે વલણ સ્પષ્ટ કરવા સીબીઆઇને નિર્દેશ કર્યો હતો, જેના અનુસંધાનમાં સીબીઆઇ દ્વારા રાજય સરકાર પાસેથી બંને અધિકારીઓ સામે સીઆરપીસીની કલમ-૧૯૭ હેઠળ પ્રોસીકયુશન માટે જરૂરી મંજૂરી માંગી હતી. જો કે, રાજય સરકારે ઉપરોકત એન્કાઉન્ટર ફરજના ભાગરૂપે કરાયેલું કૃત્ય હોઇ વણઝારા અને અમીન સામે પ્રોસીકયુશનની મંજૂરી આપી ન હતી. સીબીઆઇના સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર આર.સી.કોડેકર દ્વારા કોર્ટને અગાઉ આ નિર્ણયની જાણ પણ કરાઇ હતી. સરકારના આ વલણ બાદ બંને નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડી.જી.વણઝારા અને એન.કે. અમીને ડિસ્ચાર્જ કરી રજૂઆત કરી હતી કે, તેઓ આ કેસમાં ખોટી રીતે સંડોવાયેલા છે અને તેઓની વિરૂધ્ધ કોઇ જ પ્રથમદર્શનીય પુરાવા નથી. અરજદારો કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારીઓ છે અને તેઓએ જે તે વખતે રાજયની સલામતી અને સુરક્ષાના હિતમાં તેમ જ ફરજના ભાગરૂપે ઉપરોકત એન્કાઉન્ટર કર્યું હતું. વળી, રાજય સરકારે પણ તેમની વિરૂધ્ધ પ્રોસીકયુશનની મંજૂરી આપી નથી, ત્યારે હવે કોર્ટે પણ અરજદારોને આ કેસમાંથી બિનતહોમત છોડી મૂકતો હુકમ કરવો જોઇએ અને તેમની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરવી જોઇએ. સીબીઆઇ સ્પેશ્યલ જજ જે.કે.પંડયાએ બંને ઉચ્ચ પોલીસ અધિકારીઓની અરજી મંજૂર રાખી તેઓને આ કેસમાંથી બિનતહોમત છોડી મૂકતો બહુ મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો.

Related posts

કુમારસ્વામીની મુખ્યમંત્રી તરીકે તાજપોશી થઇ

aapnugujarat

જાતિવાદ-પરિવારવાદ સામેની લડાઇમાં વિકાસવાદ જ જીતશે : સંબિત પાત્રા

aapnugujarat

એકિટવા પર રહેલી યુવતીને મ્ઇ્‌જીની બસે ટક્કર મારી : યુવતીનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1