Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કુમારસ્વામીની મુખ્યમંત્રી તરીકે તાજપોશી થઇ

કર્ણાટકમાં હાઈડ્રામા અને પાવરબ્રોકિંગનો દોર અનેક દિવસ સુધી ચાલ્યા બાદ જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ આજે કર્ણાટકના ૨૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. કોંગ્રેસના રાજ્યપ્રમુખ જી પરમેશ્વરે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ વજુભાઈ વાળાએ બેંગ્લોરમાં આયોજિત શપથગ્રહણ કાર્યક્રમમાં બંનેને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથગ્રહણને હાઈપ્રોફાઇલ બનાવવા માટે તમામ પ્રયાસ થયા હતા. કર્ણાટકમાં સત્તા સંઘર્ષ વચ્ચે ભાજપે શપથગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. યેદીયુરપ્પાએ મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, સત્તાની ભુખ અને લાલચના આધાર પર બનાવવામાં આવેલી આ સરકાર ત્રણ મહિનાથી વધારે ચાલી શકશે નહીં. ૧૯મી મેના દિવસે સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી બાદ ફ્લોર ટેસ્ટ પહેલા જ યેદીયુરપ્પાને રાજીનામુ આપવાની ફરજ પડી હતી. વોકાલિગા સમુદાયના વરિષ્ઠ નેતા ૫૮ વર્ષીય કુમારસ્વામીનું કહેવું છે કે, સરકાર સામાન્ય લોકોના હિતમાં કામ કરશે. ૨૦૦૭ બાદથી કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે તેમની આ બીજી અવધિ છે. તે વખતે તેઓ ૨૦ મહિના સુધી આ હોદ્દો જાળવ્યો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી પદની શપથ લેતા પહેલા જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ સોમવારે દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મળીને તેમની સાથે વાત કરી હતી. આ ગાળા દરમિયાન રાજ્યમાં ગઠબંધન સરકાર બનાવવાના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કુમારસ્વામી પહેલા જ કહી ચુક્યા છે કે કોંગ્રેસ અને જેડીએસની વચ્ચે સત્તા વહેંચણીને લઈને કોઈ સમજૂતિ કરવામાં આવી નથી. કોંગ્રેસના નેતાઓએ વાતચીત કર્યા બાદ કુમારસ્વામીએ કહ્યું હતું કે તેઓ ગાંધી પરિવાર પ્રત્યે સન્માન વ્યક્ત કરવા ઈચ્છતા હતી. જેથી દિલ્હી પહોંચ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી બંને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે કહી ચુક્યા છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી બંને શપથ ગ્રહણમાં હાજરી આપનાર છે. સોમવારના દિવસે સોનિયા ગાંધીને મળ્યા બાદ જેડીએસના નેતા દાનિશ અલી અને કોંગ્રેસના કેસી વેણુગોપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહેલોત, કેસી વેણુગોપાલ અને ગુલામનબીએ કર્ણાટકના વર્તમાન ઘટનાક્રમ ઉપર રાહુલ ગાંધીને માહિતી આપી હતી.કર્ણાટકમાં હાલમાં ભારે ઉથલપાથલ રહી હતી. કોંગ્રેસ પાર્ટીએ પોતાની ઇજ્જત બચાવવા માટે તમામ તાકાત મેદાનમાં લગાવી હતી. છેલ્લી ઘણી ચૂંટણીઓથી કોંગ્રેસ પાર્ટીની સતત હાર થઇ રહી હતી. આવી સ્થિતિમાં કર્ણાટક હાથમાં નિકળી જવાની સ્થિતિમાં તેની સામે ખુબ જટિલ સ્થિતિ ઉભી થનાર હતી જેના પરિણામ સ્વરુપે હવે કર્ણાટકમાં જેડીએસ સાથે હાથ મિલાવીને સત્તા કોઇ રીતે જાળવી રાખવામાં સફળતા હાસલ કરી લીધી છે. કુમારસ્વામીએ શપથવિધિમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ સ્વિકારી લીધું હતું. રાહુલે કહ્યું છે કે, તેમની વચ્ચે કર્ણાટકના રાજકારણની સાથે સાથે અન્ય અનેક મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થઇ છે.
કર્ણાટકમાં હાઇડ્રામાની સ્થિતિ વચ્ચે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ કોઇ પાર્ટીને બહુમતિ મળી ન હતી. ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે ૧૦૪ સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસ અને જેડીએસને ક્રમશઃ ૭૮ અને ૩૭ સીટો મળી હતી. યેદીયુરપ્પાએ સૌથી પહેલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા પરંતુ તેમની શપથવિધિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. ભારે હાઈડ્રામાની સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં આખીરાત સુનાવણી ચાલી હતી ત્યારબાદ યેદીયુરપ્પાને ૨૪ કલાકમાં બહુમતિ પુરવાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. યેદીયુરપ્પા આમા નિષ્ફળ ગયા હતા અને ૫૫ કલાક સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યા બાદ રાજીનામું આપ્યું હતું. આની સાથે જ જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનના સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો હતો.

શપથવિધિ કાર્યક્રમ ઘણીરીતે વિપક્ષી પાર્ટીઓનો મેગા શો
કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે આજે કુમારસ્વામીએ શપથ લીધા હતા. આ શપથવિધિને વિપક્ષી એકતા દર્શાવવા માટે પણ રજૂ કરવામાં આવી હતી. વિપક્ષે એકતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. શપથવિધિ કાર્યક્રમમાં અનેક વિપક્ષી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિપક્ષી પાર્ટીઓના મેગા શો તરીકે આ શપથવિધિને બનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. શપથવિધિમાં યુપીએના ચેરમેન સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી, પશ્ચિમ ગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, જેડીયુના પૂર્વ નેતા શરદ યાદવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આરજેડીના નેતા તેજસ્વી યાદવ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડુ, આરએલડીના પ્રમુખ અજીત સિંહ, ડાબેરી નેતા સીતારામ યેચુરી ઉપસ્થિત રહ્યા હતા. કર્ણાટકમાં સત્તા સંઘર્ષનો દોર લાંબા સમય સુધી ચાલ્યો હતો. શપથવિધિમાં કોંગ્રેસ અને અન્ય વિરોધ પાર્ટીઓના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ચંદ્રાબાબુ નાયડુએ તમામનું ધ્યાન ખેંચ્યું હતું. બસપના વડા માયાવતી અને સપાના વડા અખિલેશ યાદવ એકબીજાની નજીક બેઠેલા નજરે પડ્યા હતા.
સીપીઆઈએમના પાવરહાઉસ સીતારામ યેચુરી, એનસીપીના નેતા શરદ પવાર પણ ઉપસ્થિત રહ્યા હતા. શપથવિધિ દરમિયાન વરસાદના કારણે સ્થિતિને અસર થઇ હતી. જો કે, હળવા વરસાદી ઝાપટા બાદ ઉજવણીમાં અસર થઇ ન હતી. કાર્યકરો ભારે ઉત્સાહિત દેખાયા હતા. શપથ લેતા પહેલા કુમારસ્વામીએ કહ્યું હતું કે, ગઠબંધન સરકારના ચોક્કસ મર્યાદા રહેશે. તમામ મામલાઓ ઉપર કોંગ્રેસને વિશ્વાસમાં લઇને આગળ વધશે. મૈસુરમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેઓએ આ મુજબની વાત કરી હતી.

માયાવતી-અખિલેશ પ્રથમ વખત એક મંચ પર દેખાયા
કર્ણાટકમાં એચડી કુમારસ્વામીના શપથગ્રહણમાં તમામ ટોપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે, શપથવિધિમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી એક સાથે ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ વખત એક મંચ ઉપર આ બંને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બંને મંચ ઉપર એકબીજાની નજીક બેઠા હતા અને એકબીજાની સાથે વાતચીત કરતા પણ નજરે પડ્યા હતા. ઉત્તરપ્રદેશના બે પૂર્વ મુખ્યમંત્રીઓ થોડાક સમય પહેલા સુધી એકબીજાના નજીકના વિરોધીઓ હતા અને એકબીજાને જોઇ શકવાની સ્થિતિમાં પણ ન હતા પરંતુ ગોરખપુર અને ફુલપુર લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપને હરાવી દીધા બાદ બંનેએ રાજનીતિમાં એક નવા પ્રકરણની શરૂઆત કરી હતી. શપથવિધિમાં આ બંને ઉપરાંત અનેક ક્ષેત્રિય પક્ષોના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય પંડિતો માની રહ્યા છે કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે સીટો લાવ્યા બાદ પણ સરકાર નહીં બનાવવાની બાબત આ તમામ પક્ષો માટે એક જીવતદાન સમાન છે. આજ ક્રમમાં તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અખિલેશે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, કર્ણાટકમાં વિપક્ષી એકતાને મજબૂત કરવા માટે તેઓ પહોંચ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, મોદી અને ભાજપને હરાવવા માટે તમામને સાથે આવવું પડશે. સપા અને બસપા એક સાથે આવવાના સંકેત આપી ચુક્યા છે. એક સમય સપા અને બસપના સભ્ય આમને સામને રહેતા હતા. માયાવતીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે શપથવિધિ કાર્યક્રમ દરમિયાન વાતચીત કરી હતી. રાહુલ ગાંધી પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જો કે રાહુલ ગાંધી શપથવિધિ દરમિયાન વધારે વાતચીત કરતા નજરે પડ્યા ન હતા. કેજરીવાલ પણ વાતચીતમાં દેખાયા ન હતા.

Related posts

કેજરીવાલની સીબીએસઈ પરીક્ષા રદ કરવા અપીલ

editor

कोरोना काल में 60% अधिक खुले जनधन अकाउंट

editor

કોચ પર ટ્રેન રિઝર્વેશન ચાર્ટ મુકવાની પ્રક્રિયા ટૂંકમાં બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1