Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૩૦૬ અંકનો ઘટાડો

શેરબજારમાં આજે જોરદાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૩૦૬ પોઇન્ટ ઘટીને ૩૪૩૪૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૬ પોઇન્ટ ઘટીને ૧૦૪૩૦ની સપાટીએ રહ્યો હતો. મેટલ કંપનીઓના શેરમાં દબાણની સ્થિતિ રહી હતી. કારણ કે તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, પાવર, વેદાંતાના શેરમાં નેશનલ સ્ટોક એક્સચેંજમાં પાંચ ટકાથી પણ વધુનો ઘટાડો થયો હતો. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, નેશનલ એલ્યુમિનિયમ કંપની, હિન્દુસ્તાન ઝીંક, હિન્ડાલ્કો, એનએમડીસી જેવી કંપનીઓના શેરમાં જોરદાર કડાકો બોલી ગયો હતો. આ તમામમાં ૧થી ૪ ટકા વચ્ચેનો ઘટાડો રહ્યો હતો. મંગળવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૩૫ પોઇન્ટ ઉછળીને ૩૪૬૫૧ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૦ પોઇન્ટ ઉછળીને ૧૦૫૩૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ગેઇલ, એમઓઆઈએલના પરિણામ ૨૪મી મેના દિવસે જાહેર કરાશે. બેંક ઓફ બરોડા, કેડિલા હેલ્થ કેર, એન્જિનિયર્સ ઇન્ડિયા, હિન્દુસ્તાન કુપર્સ, સન ફાર્મા, ટેક મહિન્દ્ર દ્વારા શુક્રવારના દિવસે તેમના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. કર્ણાટક ઘટનાક્રમની સ્થિતીની અસર પણ બજારમાં જોવા મળી રહી છે. બીએસ યેદીયુરપ્પાએ ગુરુવારના દિવસે નાટ્યાત્મક ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા પરંતુ શનિવારે રાજીનામુ આપી દીધું હતું. સરકારની રચના કરવા માટે જરૂરી ૧૧૨ના આંકડા સુધી પહોંચવામાં તેઓ નિષ્ફળ નિવડ્યા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે, માર્કેટ માટે અન્ય કોઇપણ પરિબળો નકારાત્મકરીતે રહેનાર નથી. ૯મી મેથી ૧૧મી મે દરમિયાન એનબીએફસીનો આઈપીઓ લાવવામાં આવ્યો હતો. ક્રૂડની કિંમત સતત છઠ્ઠા સપ્તાહમાં વધી ગઈ છે. આ સપ્તાહમાં તેની કિંમત બેરલદીઠ ૮૦ ડોલર સુધી પહોંચી ગઈ છે. અન્ય વિવિધ પરિબળો પણ જોવા મળી રહ્યા છે જેમાં ફેડરલ રિઝર્વની મે મહિનાની બેઠક તેના પરિણામ જાહેર કરવા જઇ રહી છે. આ ઉપરાંત યુરોપમાં પણ મહત્વની બેઠક યોજાનાર છે. માર્કેટની દિશા નક્કી કરવામાં આ છ પરિબળો ચાવીરુપ ભૂમિકા ભજવશે. છેલ્લા ૧૦ સપ્તાહમાં સાપ્તાહિક આધાર પર ઇક્વિટીમાં સૌથી વધુ ઘટાડો હાલમાં નોંધાયો હતો. શેરબજારમાં હાલમાં પ્રવાહી સ્થિતિનો દોર જારી રહ્યો છે. આ સ્થિત હાલ યથાવત રહે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે, એકબાજુ ક્રૂડની કિંમત સતત વધી રહી છે જેના પરિણામ સ્વરુપે ક્રૂડ આયાત બિલમાં વધારો થઇ રહ્યો છે. બીજી બાજુ અમેરિકાએ ઇરાન સાથેના પોતાના સંબંધો પરમાણુ સમજૂતિને લઇને તોડી દીધા છે. આવી સ્થિતિમાં ક્રૂડને લઇને અનિશ્ચિતતાનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. શેરબજારમાં ઘટાડા માટે અન્ય કેટલાક કારણો પણ છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભા રચાયા બાદ અને ભાજપને સરકાર બનાવવામાં સફળતા ન મળતા તેની પણ અસર દેખાઈ રહી છે. આના પરિણામ સ્વરુપે આર્થિક સુધારાઓની ગતિમાં અસર થઇ શકે છે. ભારતીય જનતા પાર્ટી હજુ કર્ણાટકમાં કયા પગલા લે છે તેના ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

જાપાનની કોર્ટે બિઝનેસમેન નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના કેસમાં બે વર્ષની સજા ફટકારી

aapnugujarat

मराठा आरक्षण के बाद उठी मुस्लिम आरक्षण की मांग

aapnugujarat

Ayodhya case: CJI said- I won’t give single extra day for hearing, complete the debate till Oct 18

aapnugujarat

Leave a Comment

UA-96247877-1