Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મસૂદ પર પ્રતિબંધ ભારત માટે ગૌરવની બાબત છે : જેટલી

મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરવાના સંયુક્ત રાષ્ટ્રના નિર્ણય બાદ ભારતીય જનતા પાર્ટી વધુ લડાયક દેખાઈ રહી છે. મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાને લઇને મોટી જીત તરીકે ગણાવતા નાણામંત્રી અરુણ જેટલી અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને આજે કહ્યું હતું કે, આતંકવાદની સામે મોદીન નિર્ણાયક લડાઈ ચાલી રહી છે. ભાજપને અને દેશને ગૌરવ લેવા જેવી બાબત છે. જેટલી અને સીતારામને કહ્યું હતું કે, સમગ્ર દેશ માટે ગર્વ અને વિજયની બાબત છે. આ પ્રસંગે જેટલીએ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, વિરોધ પક્ષો આને રાજકીય મુદ્દા તરીકે જુવે છે. જૈશના લીડરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા પર કોંગ્રેસે પુલવામા હુમલાનો ઉલ્લેખ આમા ન કરવાને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેટલીએ કહ્યું હતું કે, વિપક્ષના કેટલાક મિત્રોને લાગી રહ્યું છે કે, આ જીતમાં સામેલ થવાની સ્થિતિમાં તેની રાજકીય કિંમત ચુકવવી પડશે. આજ કારણ છે કે, સર્જિકલ સ્ટ્રાઇકના સંદર્ભમાં અનવિઝિબલ સર્જિકલ સ્ટ્રાઇક અમારા દ્વારા પણ કરવામાં આવી હતી જ્યારે બાલાકોટમાં સફળતા મળે છે ત્યારે શંકા કરવા લાગી જાય છે.
મસૂદ અઝહર પર મુકવામાં આવેલા પ્રતિબંધને દેશ માટે ગૌરવ તરીકે ગણાવીને નાણામંત્રીએ વિપક્ષને સકારાત્મક ભૂમિકા અદા કરવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જે પ્રયાસમાં દેશના લોકો લાગેલા હતા આખરે આમા સફળતા મળી છે. ૧૦ વર્ષના સંઘર્ષ બાદ ભારતને સફળતા મળી છે. ૨૦૦૯માં આ પ્રક્રિયા શરૂ થઇ હતી. ૨૦૧૪ બાદ ૨૦૧૬ અને ૨૦૧૭માં ત્રણ તબક્કામાં ટેકનિકલ અડચણો ઉભી કરવામાં આવી હતી જેથી સફળતા મળી ન હતી. ભારતની રાજદ્વારી જીત હવે દેખાઈ આવી છે. ભારતના પ્રભાવની અસર હવે દેખાવવા લાગી છે. દુનિયાની સામે અનેક દેશો ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા. મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા પરંતુ ચીન દ્વારા ટેકનિકલ અડચણ ઉભી કરવામાં આવી હતી. ભારતીય રાજદ્વારી અડચણોને રોકવાના પ્રયાસ થઇ રહ્યા હતા. મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટેની ક્રેડિટ વડાપ્રધાન મોદીને આપતા જેટલીએ કહ્યું હતું કે, આતંકવાદની સામે લડાઇ માટે આ ખુબ મોટી તક સર્જાઈ ગઈ છે. દરેક ભારતીય માટે આ ગર્વની બાબત છે. સમગ્ર દેશમાં સરકાર અને વડાપ્રધાનની પ્રશંસા થઇ રહી છે જ્યારે ભારતની જીત થાય છે ત્યારે દરેક ભારતવાસીની જીત થાય છે. યુએનની લિસ્ટમાં પુલવામા એટેકને સામેલ નહીં કરવાને લઇને જેટલીએ કહ્યું હતું કે, તેમને એટલી પણ માહિતી નથી કે લિસ્ટિંગમાં કોઇ આતંકવાદી ડેટા રાખવામાં આવતા નથી. જો કે, કોંગ્રેસ પાર્ટી અને વિરોધ પક્ષો આ દિવસે રાષ્ટ્રીય ગૌરવના ક્ષણને પણ રાજકીય ચશ્માથી નિહાળી રહ્યા છે જેના પરિણામ સ્વરુપે તેમને સફળતા દેખાતી નથી.

Related posts

Harsh Vardhan takes charge as Union Health Minister at Nirman Bhawan office

aapnugujarat

આરએસએસ હરિયાણામાં પ્રણવ મુખર્જીના ફાઉન્ડેશનના કામમાં મદદ કરશે

aapnugujarat

હું ૨-૩ કરોડ લોકોને દર વર્ષે રોજગાર આપી શકુ છુંઃ યશવંત સિંહા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1