Aapnu Gujarat
Uncategorized

હાથરસ બનાવ મુદ્દે જેતપુર કોંગ્રેસ મામલતદારને આવેદનપત્ર સોંપ્યું

છેલ્લા થોડા દિવસોથી ઉત્તર પ્રદેશના હાથરસમાં જે બનાવ બન્યો તેને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેના લીધે આજે જેતપુર કોંગ્રેસ તેમજ જેતપુર તાલુકા દલિત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. ૧૯ વર્ષીય દલિત યુવતી પર સામૂહિક બળાત્કારની ઘટના ઘટી છે જેમાં મનીષા નામની છોકરી ઉપર સામૂહિક બળાત્કાર કરી છોકરીની જીભ કાપી નાંખેલ અને અસહ્ય અત્યાચાર આચરેલ હોવાથી તે સારવાર દરમિયાન મૃત્યુ પામેલ છે તેમજ પ્રશાસન દ્વારા જે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જે આરોપીઓને મૃત્યુ જેવી આકરી સજા કરવામાં આવે અને દલિત પરિવારને ન્યાય મળે તેવી નમ્ર અરજ કરવામાં આવેલ છે અને ગુજરાતમાં પણ આવા બનાવ અવારનવાર બનતા રહે છે. કચ્છના રાપરમાં પણ હાલમાં એક દલિત એડવોકેટની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી જેના આરોપીઓને પણ તાત્કાલિક મૃત્યુદંડની સજા આપવામાં આવે તેમજ દલિત સમાજ અને અન્ય કોંગ્રેસના હોદ્દેદારો તેમજ સમાજના કાર્યકરો દ્વારા આ બનાવને વખોડી કાઢવામાં આવ્યો હતો.


(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)
(વિડિયો / અહેવાલ :- જયેશ સરવૈયા, જેતપુર)

Related posts

આજે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહ્યો

aapnugujarat

રાજકોટમાં ધો.૧૦માં પાંચ વિષયમાં નાપાસ થયેલા તરૂણે ફિનાઈલ પીધું

aapnugujarat

મગફળી આગ : સેમ્પલ રિપોર્ટ બાદ કોઇ તારણો બાંધી શકાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1