Aapnu Gujarat
Uncategorized

જામનગર કોવિડ હોસ્પિટલમાં ફાયર ટીમ દ્વારા મોકડ્રિલ યોજાઈ

થોડા દિવસ પહેલાં રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગી લાગી હતી. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગમાં ૬ લોકોના મોત થયા હતા. આથી જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ હરકતમાં આવી છે. શહેરની કોવિડ હોસ્પિટલમાં ફાયર ટીમ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફાયર ટીમ દ્વારા હોસ્પિટલમાં રાખવામાં આવેલા તમામ ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરી હતી. તેમજ અચાનક આગ લાગે તો આગને કેવી રીતે કાબુમાં લેવી તે માટે હોસ્પિટલમાં ફરજ બજાવતા એક્સ આર્મીમેનને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. થોડા મહિના પહેલા શહેરની જી.જી.હોસ્પિટલમાં લાગી હતી. આગ મહત્વનું છે કે, જામનગરની જી.જી.હોસ્પિટલમાં થોડા મહિના પહેલાં આગની ઘટના બની હતી. જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હન પરંતુ આઈ.સી.યુ. વિભાગમાં આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો ગાંધીનગરથી હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનની ચકાસણીના આદેશ જામનગર જી.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. તિવારીના જણાવ્યા અનુસાર ગાંધીનગરથી જી.જી. હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનની ચકાસણીના આદેશ આપવામાં આવ્યાં છે જે બાદ જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલના આદેશથી શનિવારે ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરી છે.
(તસવીર / અહેવાલ :- કૌશ સોલંકી, ધોરાજી)

Related posts

વીરપુરના સાગર ગેસ્ટ હાઉસમાં રેડ

editor

અમદાવાદ એસઓજીએ બાયોડીઝલના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા

editor

સોમનાથ ખાતે કાર્તિક પૂર્ણિમા મેળાનો પ્રારંભ થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1