Aapnu Gujarat
Uncategorized

બરવાળામાં કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કરાયું

ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક સમયથી દિવસે પાવર આપવાની રજૂઆત કરવામાં આવતી હતી. ખેડૂતોની માંગણીને સંતોષવા ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી કિસાન સૂર્યોદય યોજના અમલમાં મુકવામાં આવી જે યોજના હેઠળ કૃષિ ક્ષેત્રે દિવસ દરમિયાન સવારે ૫.૦૦ થી રાત્રિના ૯.૦૦ વાગ્યા દરમિયાન વીજ પુરવઠો દિવસે આપવામાં આવશે. આ યોજના થકી ખેડૂતોને દિવસે ખેતીવાડી સિંચાઇ માટે વીજ પુરવઠો મળવાથી રાત્રિના ઉજાગરા, વન્યજીવ જંતુના ભય અને કડકતી ઠંડી તથા ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ મળી જશે. આ યોજનાના પહેલા તબક્કામાં જૂનાગઢ, બોટાદ તેમજ દાહોદ જિલ્લાના કુલ૧૦૫૫ ગામોના ખેડૂતોને તારીખ.૨૪.૧૦.૨૦૨૦ થી દિવસે વીજ પુરવઠો આપવામાં આવેલ છે જે પૈકી બોટાદ જિલ્લામાં કુલ ૩૬ ફિડરોના ૬૮ ગામોના ખેડૂતોના ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવમાં આવેલ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં ભુપતભાઈ ડાભી, એસ. આર. રાંકજા. કાર્યપાલક ઇજનેર પી.જી.વી.સી.એલ. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભાઇ વાઘેલા હાજર રહ્યાં હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- ઉમેશ ગોરહવા, બોટાદ)

Related posts

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં ૧ માં ૧૩૮ બાળકો વચ્ચે યોજાઈ તદુંરસ્તી હરીફાઇ

aapnugujarat

ભાવનગર મહાનગરપાલિકાની ઈ – રિક્ષા ભંગારમાં !!

editor

आरक्षण पर बोले JDU नेता : जब नीयत ही साफ नहीं है तो चर्चा बंद कीजिए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1