Aapnu Gujarat
Uncategorized

શહેરા તાલુકાના આંબાજેટી પાસે પરવાના વગર થઇ રહી છે લાકડાની હેરાફેરી

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરીની વ્યાપક બુમો પડતી રહે છે.જેના પગલે આ લાકડાઓની ગેરકાયદેસર હેરાફેરી કરનારાઓ સામે વનવિભાગે લાલ આંખ કરતા ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.તાલુકાના આંબાજેટી પાસે પરવાના વગર હેરાફેરી કરનાર  ટ્રકને વનવિભાગે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુ મળતી માહિતી મુજબ શહેરા વનવિભાગની રાઉન્ડ પેટ્રોલીંગ ટીમ બાહીથી  ડેમલી તરફ  જઈ રહી હતી તે સમયે આંબાજેટી પાસ વાહન ચેકીંગમાં હતા તે સમયે એક લાકડા ભરેલી ટ્રક પસારથઈ રહી હતી .

ત્યારે વનવિભાગની ટીમ દ્વારા તેને રોકવામા આવતા ભરેલા લાકડા અંગે  પૂછપરછ કરવામા આવતા તેની પાસે જરૂરી પરવાનો મળી ન આવ્યો હતો. આથી વનવિભાગ દ્વારા પંચરવ લાકડા ભરેલી ટ્રક ઝડપીને શહેરા વનવિભાગની રેંજ કચેરી ખાતે લાવવામાં આવી હતી.વનવિભાગે ૩ લાખથી વધુનો મૂદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વનવિભાગે અગાઉ પણ શહેરા પંથકમાં પરવાના વગર ગેરકાયદેસર રીતે લાકડા ભરીને હેરાફેરી કરતી ટ્રકો,ટ્રેકટર સામે કાર્યવાહી કરી છે.વનવિભાગની કાર્યવાહીથી ગેરકાયદેસર હેરાફેરી કરનારા લાકડા ચોરોમાં ફફડાટ વ્યાપો છે.

Related posts

માંગરોળ તાલુકાના શીલ ગામે નિવૃત થઈ વતન પરત ફરતા ફોજીનું ઉમકાળ ભર્યું સ્વાગત કરતા ગામ લોકો

editor

વંચિતોના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે : રાદડિયા

editor

આયુર્વેદને દેશમાં ખૂણેખૂણે પહોંચાડવા આયુષ મંત્રાલયે બનાવ્યો માસ્ટર પ્લાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1