Aapnu Gujarat
Uncategorized

વંચિતોના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે : રાદડિયા

જેતપુર તાલુકાના મંડલીકપુર ગામે રહેતા વિચરતી અને વિમુક્ત જાતિના ગાડલીયા લુહાર સમુદાયના ઘર વિહોણા પરિવારને ૧૦૦ વારના પ્લોટની સનદ તાલુકા પંચાયત કચેરી ખાતે રાજ્ય કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાના હસ્તે સનદનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિચરતી જાતિના લોકો મુખ્યત્વે ગામે ગામ ધંધા રોજગાર અર્થે સતત વિચરણ કરતા હોય છે. વર્ષના ૮ મહિના ધંધા રોજગાર માટે રઝળપાટ કરે અને ચોમાસામાં ૪ મહિના પોતાના ઝુંપડામાં આવીને વસવાટ કરતા હોય છે. સમાજની આવી દશા જોઈને ગાડલીયા લુહાર સમાજના દેવરાજ રાઠોડ દ્વારા સમાજના લોકોને રહેણાંક હેતુ માટે પ્લોટ મળે અને વંચિત સમાજ નવી દિશા તરફ આગળ વધે તે માટે સરકારી તંત્રને રજુઆત કરી હતી જેમાં રાજ્યના મંત્રી જયેશ રાદડિયડને મળીને રજુઆત કરી હતી. આ લોકોની પરિસ્થિતિ તેમજ આવી કફોડી હાલત જોઈને રાદડિયાએ અધિકારીઓને જરૂરી સુચના આપીને આ લોકોને જલ્દીથી રહેણાંક હેતુના પ્લોટ મળે એવી કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો જેના પગલે આજે આ પરિવારોને પોતાનું ઘર મળ્યાનો હરખ દેખાઈ રહ્યો હતો. દેવરાજ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે મંત્રી જયેશ રાદડિયાની મદદથી દરેક ગાડલીયા લુહાર સમુદાયના લોકોને અનંતીયોદય રાશન કાર્ડ પણ કરી આપ્યા હતા સાથે સાથે જયેશ રાદડિયાનું અભિવાદન શિલ્ડ તેમજ શાલ ઓઢાડીને અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી જયેશ રાદડિયા, રાજકોટ જીલ્લા ભાજપના ઉપ પ્રમુખ ગોરધન ધામેલીયા, તાલુકા પંચાયત પ્રમુખ ભુપત સોલંકી, એશિયાટિકના ચેરમેન ગોપાલ ભુવા, તાલુકા ભાજપ પ્રમુખ દિનકરભાઈ, તાલુકા ભાજપ મહામંત્રી વેલજી સરવૈયા તેમજ તાલુકા વિકાસ અધિકારી ફુગાશીયા, સમાજ કલ્યાણ અધિકારી પંડ્યા તેમજ નામી અનામી દરેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- દેવરાજ રાઠોડ, વીરપુર)

Related posts

ન્યુ ઇન્ડીયા મંથન સંકલ્પ સે સિધ્ધી ના આગવા આયોજન માટે અધીકારીઓ કટીબધ્ધ બને : અમરેલી કલેકટરશ્રી સંજય અમરાણી

aapnugujarat

કોડીનાર તાલુકાના અરણેજ ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૩૫૭૩ પ્રશ્ર્નોનો નિકાલ

aapnugujarat

 મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે જેતપુરમાં ૨૦ કરોડના પાણી પૂરવઠાના કામોનું લોકાર્પણ સપન્ન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1