Aapnu Gujarat
Uncategorized

કોડીનાર તાલુકાના અરણેજ ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૩૫૭૩ પ્રશ્ર્નોનો નિકાલ

કોડીનાર તાલુકાના અરણેજ ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૩૫૭૩ વ્યક્તિલક્ષી પ્રશ્ર્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. ત્રીજા તબક્કાના યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં સાતબાર,૮-.અ.ના પ્રમાણપત્રો ૫૦૬, રાશનકાર્ડમાં સુધારો-વધારો ૫૫૦, આવકના દાખલા ૩૭૧, અને આવકના દાખલા ૩૭૧ સહિતના પ્રશ્ર્નોનો નિકાલ કરાયો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં અરણેજ ઉપરાંત આજુ બાજુના ગ્રામ્ય વિસ્તાર માંથી મોટી સંખ્યામાં અરજદારો સહભાગી થયા હતા. ગીરગઢડાના બેડીયા ગામે ત્રીજા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૨૬૨૮ વ્યક્તિલક્ષી પ્રશ્ર્નો સ્થળ પરજ ઉકેલાયા હતા. આ સેવાસેતુ કાર્યક્રમમાં ઉજાલા યોજના ૩૭૦, આરોગ્ય સારવાર ૩૬૨, જાતિના દાખલા ૧૩૧ અને જન્મ-મરણના ૧૫૮ પ્રશ્ર્નોનો નિકાલ કરી ૩૧૮ લોકોએ સ્વાઈન ફ્લુ ઉકાળાનું સેવન કર્યું હતું.

Related posts

અમદાવાદમાં લગાવાયેલા ૪૦૦૦ કેમેરા તમામ ગેરકાયેદસર ચીજવસ્તુઓ પર નજર રાખશે

editor

ભારતીય બનાવટની ૨૧,૬૦,૦૦૦/ જાલીનોટો સાથે આરોપીને પકડી પાડતું ગિરસોમનાથ એસ.ઓ.જી.

aapnugujarat

उपभोक्ता मंत्रालय ने प्लास्टिक के उपयोग पर लगाया प्रतिबंध!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1