Aapnu Gujarat
Uncategorized

ભારતીય બનાવટની ૨૧,૬૦,૦૦૦/ જાલીનોટો સાથે આરોપીને પકડી પાડતું ગિરસોમનાથ એસ.ઓ.જી.

જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ દ્રારા જિલ્લામાં દેશી વિરોધી પ્રવૃત્તિ કરનારા ઈસમો ઉપર વોચ રાખવા સુચના થયેલ હોય જે અનુસંધાને ગઈ 9 6 2019 ના રોજ એસ.ઓ.જી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી આર સોનારા તથા કોન્સ્ટેબલ વિગૅરૅ સ્ટાફના માણસો પ્રભાસપાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા દરમિયાન બાતમી રાહે મળેલ હકીકત આધારે સોમનાથ શોપિંગ સેન્ટર પથિકાઆશ્રમ પાસેથી આરોપી પિયુષ પ્રદીપભાઈ કુબાવત રહે હરમડિયા વાળા ની પાસેથી ભારતીય બનાવટની રૂપિયા બે હજારની શંકાસ્પદ ચલણી નોટો નંગ ૫૮ કુલ રૂપિયા ૧,૧૬,૦૦૦/ મળી આવેલ જે એફ,એસ,એલ તથા બેંક અધિકારી દ્વારા પ્રાથમિક તપાસમાં બનાવટી જાલી હોવાનું નક્કી થતા અને આ જાલીનોટો તેઓ (૧) પિયુષ પ્રદીપ કુબાવત રહે (૨) ચેતન યશવંતરાય જાની (૩) સંજય નટુ ભાઈ રાઠોડ રહે હરમડીયા તથા(૪) યોગેશભાઈ વૈદ્ય રહે બરોડા વાળાઓએ મળી કલર પ્રિન્ટ થી ઝેરોક્ષ કરી બીજા લોકોને છેતરવા માટે બનાવેલ અને તેમાંથી આરોપી પિયુસ કુબાવત એ સોમનાથ આવી ખરીદી કરવા જતા નોટો ચાલેલ નહીં જેથી પરત લઈ લીધેલ અને તે બાતમી આધારે પકડાઇ જતા પોલીસ હેડ કોન્સ્ટેબલ નરવણસિંહ ગોહિલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલ બાદ આ તપાસ દરમિયાન આરોપીના ઘરેથી જાલીનોટો બનાવવાની સાધનસામગ્રી તથા સહ આરોપી ચેતન યશવંતરાય જાની રહે હરમડીયા વાળાના ઘરેથી ભારતીય બનાવટની રુપિયા ૨૦૦૦ ની શંકાસ્પદ ચલણી નોટો નંગ ૧૦૨૨ એમ મળી કુલ નોટો નંગ ૧૦૮૦ જેના કુલ રૂપિયા ૨૧,૬૦,૦૦૦/ ની મળી આવેલ હોય અને આ કામે પિયુષ કુબાવત રે હરમડીયા સંજય નટુ રાઠોડ રે હરમડીયા વાળાઓ પકડાઈ ગયેલ હોય જેના દિન ચારના પોલીસ રિમાન્ડ મેળવી આ કામે અન્ય આરોપીઓ ચેતન યશવંતરાય જાની રહે હરમડીયા તથા યોગેશ વૈદ્ય રે બરોડા વાળાઓ ને પકડવા ચક્રોગતિમાન કરવામાં આવેલ છે આ કામની આગળની તપાસ એસ.ઓ.જી ગીર સોમનાથના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી આર સોનારા ચલાવી રહ્યા છે.

તસવીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો તા. ૧૩ નાં રોજ કાજલી ખાતે યોજાશે

aapnugujarat

इस फेस्टिव सीजन बिकी रेकॉर्ड गाड़ियां

editor

नई टेलिकॉंम पॉलिसी में सबके लिए इंटरनेट : टेलिकोम मंत्री मनोज सिन्हा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1