Aapnu Gujarat
Uncategorized

 મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે જેતપુરમાં ૨૦ કરોડના પાણી પૂરવઠાના કામોનું લોકાર્પણ સપન્ન

મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે જેતપુર-નવાગઢ નગરપાલિકા વિસ્તારના રૂ.૨૦ કરોડના પાણીપૂરવઠાના કામોના લોકાર્પણ અને ૧૬.૨૪ કરોડના ખર્ચે ભાદર નદી ઉપર બ્રીજ બાંધવાના કામોનું  ખાતમુહુર્ત તેમજ ૨૧.૬૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર જેતપુર- મેવાસા-દુધીવદરથી જામકંડોરણા રસ્તાનું ખાતમુહુર્ત જેતાપુર ખાતે થયું હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલે આ પસંગે કહયું હતું કે જેતપુરના ધારાસભ્ય અને મંત્રી જયેશભાઇ રાદડીયાની રજુઆતના પગલે જેતપુરવાસીઓની પ્રાથમિક જરૂરીયાતોના કામો માટે ગુજરાત સરકારે કરોડો રૂપિયા જેતપુર નગરપાલીકાને ફાળવ્યા છે. જેમાંથી પાણી,રસ્તા,બ્રીજ, ભૂગર્ભગટરના કામો સંપન્ન થયા છે. તો અન્ય કામો પ્રગતિ હેઠળ છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહયું હતું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી કરોડોના ખર્ચે નર્મદાની હજારો કિ.મીની પાઇપ લાઇનો નાખી સૌરાષ્ટ્ર-કચ્છના ખૂણેખૂણે પાણી પહોચાડયું. માં અને મા વાત્સલ્ય યોજનાથી પ્રજાની ગરીબ દર્દીઓની સહાય થઇ રહી છે. હાલની પ્રજાલક્ષી કામો થકી ગુજરાત સરકારે વિકાસની પરિભાષા બદલી નાખી છે. ગુજરાતે દેશ અને દુનિયાને ગુજરાતનો વિકાસ દેખાડી દીધો છે.

વડાપ્રધાનશ્રી નરેનદ્રભાઇ મોદી અને મુખયમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના પ્રયત્નોથી ગુજરાતના વિકાસકામો માટે જાપાનના વડાપ્રધાન આવે તે આપણા માટે ગૌરવની વાત છે. તેજ આપણા રાજયના વિકાસની રફતાર દર્શાવે છે.

અન્ન નાગરીક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે, જેતપુરમાં જળવ્યવસ્થાપન, બ્રીજ અને રસ્તાના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત થવાથી જેતપુર તથા આસપાસના ગ્રામજનોને સગવડો મળશે. જળવ્યવસ્થાપનનું સુચારૂ આયોજન થતા જેતપુર શહેરી વિસ્તારનો પિવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ થઇ જશે.

જેતપુર તાલુકો અડીખમ, સમૃધ્ધ બને તે માટે સતત રાજયસરકાર પ્રયત્નશીલ છે. મંત્રીશ્રીએ જેતપુરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ નાયબ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.

સાંસદશ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાએ આ તકે કહયું હતું કે, જેતપુર સુંદર અને સ્વચ્છ શહેર બને તે દિશામાં જેતપુરમાં વિકાસકામો થઇ રહયા છે. ચાહે તે ભૂગર્ભગટરનું કામ હોય, લોકોના અવરજવર માટેના માર્ગો હોય કે બ્રિજનું કામ હોય, આ બધાજ કામો રાજય સરકાર દ્વારા મંજુર કરાયા છે.

ખેડુતોના પ્રશ્ને સાંસદશ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કર્યાનું અને ઉકેલ ટુંક સમયમાં આવી જવાની ખાતરી આપી હતી

સ્વાગત પ્રવચન જેતપુર નગપાલિકા પ્રમુખશ્રી જયસુખભાઇ ગુજરાતીએ કર્યુ હતું, જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એસો. ક્ષત્રિય સમાજ, વોરા સમાજ, રાજપુત સમાજ, એ.પી.એમ.સી દ્વારા મોમેન્ટો અર્પણ કરી નાયબ મુખ્યમંત્રીશ્રીનું સન્માન કર્યુ હતું. આ તકે ફરિયાદ નિવારણ એન્ડ્રોઇડ એપ નાયબ મુખ્યમંત્રીશ્રીએ લોંચ કરી હતી તથા જેતપુરમાં થનારા અને થયેલ વિકાસ કામોની ડોકયુમેન્ટરીનું પ્રદર્શન થયું હતું

આ પ્રસંગે ધારાસભ્યશ્રી પ્રવિણભાઇ માંકડીયા, જેતપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાવનાબેન સોલંકી, ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસો. પ્રમુખશ્રી રાજુભાઇ હિરપરા, માર્કેટયાર્ડ ચેરમેનશ્રી દિનેશભાઇ ભુવા, શાસકપક્ષના નેતાશ્રી સુરેશભાઇ અખરેલીયા, કારોબારી સમિતિના ચેરમેનશ્રી , ઉમર મુસાણી, અગ્રણી સર્વશ્રી જશુબેન કોરાટ, વિઠ્ઠલભાઇ બોદર, ગોરધનભાઇ ધામેલીયા, મિનાક્ષીબેન સોજીત્રા, ભૂપતભાઇ સોલંકી, વેલજીભાઇ સરવૈયા, સુભાષભાઇ બાંભણીયા, બળવંતભાઇ ધામી, કલેકટર ડો.વિક્રાંત પાંડે, સહિતના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ,  સ્વામીનારાયણ સંતશ્રી કોઠારી સ્વામી ઉપસ્થિત રહયા હતા.,આભારવિધિ પ્રાંત અધિકારીશ્રી ઝાલાએ કરી હતી.

Related posts

બનાસકાંઠાના વડગામ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જ્યંતિ ઉજવાઈ

aapnugujarat

ઇન્દ્રનીલને કોંગ્રેસમાં સામેલ કરવા ચક્રો ગતિમાન

aapnugujarat

ગીર-સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ : જિલ્લાચૂંટણી અધિકારી અજય પ્રકાશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1