Aapnu Gujarat
Uncategorized

માંગરોળ તાલુકાના શીલ ગામે નિવૃત થઈ વતન પરત ફરતા ફોજીનું ઉમકાળ ભર્યું સ્વાગત કરતા ગામ લોકો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામના રહીસ દિલીપભાઈ ભરડા ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી પોતાની ઓગણીસ વર્ષની નોકરી પૂર્ણ કરી પોતાને માદરે વતન શીલ ગામે પરત ફરતા શીલ ગામના યુવા સરપંચ જયેશ ચુડાસમા અને જિલ્લા પંચાયતના સદસ્ય રામજીભાઈ ચુડાસમા તેમજ ગ્રામ પંચાયતના સદસ્ય અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.પ્રથમ શીલ બસ સ્ટેન્ડ ખાતે ગામના રીટાયર ફોજીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલ તેમજ ગ્રામજ્નો દ્વારા ફૂલ હાર પહેરાવી  રીટાયર ફોજીનું અને તેમના ધર્મ પત્નીનું સન્માન કરવામાં આવ્યુ હતું ત્યાર બાદ ડીજેના તાલ સાથે વાજતેગાજતે ગામમાં સામયુ કરી ગ્રામજનો દ્વારા સન્માન સાથે ફોજીના ઘરે  વાજતે ગાજતે પહોંચ્યા હતા તેમજ ડી.જે.ના તાલ સાથે પુરા ગામમાં સમાયું ફરતા સમગ્ર ગામ દેશ ભક્તિના રંગે રંગાયું હતું

ફાજી દિલિપભાઈ ભરડાએ  આભાર માનતા જણાવ્યુ હતુ  શીલ ગામના યુવા સરપંચ જયેશ ચુડાસમા એ નવી પ્રથા શરૂ કરી છે  કે કોઈપણ અમારા ગામના ફોજી રીટાયર થઈ પરત ફરે તેમનું ગ્રામજનો અને ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરવામાં આવેશે

Related posts

શિયાળુ સત્ર ડિસેમ્બરમાં બોલાવાશે : અનંતકુમાર

aapnugujarat

कोरोना काल में बर्बाद हुआ ऑटो सेक्टर

editor

ડભોઇની પ્રમુખ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજવામાં આવી

editor

Leave a Comment

UA-96247877-1