Aapnu Gujarat
Uncategorized

ડભોઈ નગરના મહુડી ભાગોળ વિસ્તારમાં માછીવાડ ખાડા પાસે કચરાનુ સામ્રાજ્ય

ડભોઇ નગરના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા કચરા પેટી મુકવામાં આવેલી છે જે પૈકી મહુડી ભાગોળ માછીવાડ ખાડામાં મુકવામાં આવેલ છે અવાર નવાર આ જગ્યા ઉપર ખાનગી હોસ્પિટલના સંચાલકો દ્વારા જોખમી મેડિકલ વેસ્ટ કચરો નાખી જતા વિસ્તારના રહીશોમાં ગભરાટ અને ભયનું વાતાવરણ સર્જાયું છે ડભોઈ નગરના મહુડી ભાગોળ વિસ્તારમાં માછીવાડ ખાડા પાસે આવેલ નગરપાલીકાનો કોમ્યુનિટી હોલ આવેલો છે જયાં નગર માથી વિવિધ કચરો નગર પાલીકા દ્રારા ઠાલવવામાં આવે છે જેમાં પ્લાસ્ટીકની થેલીઓ તેમજ સાથે-સાથે આ જગ્યા ઉપર રાત્રિના સમયે ખાનગી ચાલતા દવાખાના ઓનો વેસ્ટ મેડિકલ જથ્થો જેવા વિવિધ પ્રકારની દવાઓના પેકેટ વેસ્ટ ઇન્જેકશનનો તેમજ અન્ય મેડિકલનો વેસ્ટ જથ્થો કચરામાં નાખવાથી આ વિસ્તારમાં રહીશોને સ્વાસ્થ્ય માટેનુ જોખમ તેમજ હાલ ચાલતા કોરોના વાયરસ સહિતના અનેક વાયરસ થી દર્દીઓમાં વધારો થતો જોવા મળે છે તેમજ મૂંગા પશુઓ જેવા કે ગાય માતા,બકરા ઓ જેવા મૂંગા પશુ ઓ ઘાસચારો  ખાવા આવતા હોય છે

જેથી ભવિષ્ય મૂંગા પશુઓ કે નાના બાળકો આવા વેસ્ટ કચરોનો ઉપયોગ કરે તેનો ડર વિસ્તારના રહીશોમાં જોવા મળી રહ્યો છે અને જાનહાનિ ભવિષ્યમાં થાય તો કોણ જવાબદાર હશે..?? ડભોઇ નગર પાલિકા વહીવટી તંત્ર દ્વારા દવાખાના માના દર્દીઓના ઉપયોગમાં લેવાયેલો મેડીકલ વેસ્ટ કચરો ગામની બહાર અન્ય જગ્યા ઉપર નખાવવામા આવે તે માટે શહેરના તમામ ખાનગી હોસ્પિટલના સંચાલકોને નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવે અને મેડિકલ વેસ્ટ કચરો ગામની કચરાપેટીમાં નાખે તે વિસ્તારના રહીશોની માંગ છે

Related posts

કાલુપુર રેલ્વે સ્ટેશન ન્યૂયોર્કના હડસન હાઇલાઇન ની ડિઝાઇનમાં વિકસાવાશે

aapnugujarat

નગરપાલિકાની હાઉસ ટેક્સ શાખા મારફતે સર્વે કરાવી.૩૬૮ બાંધકામને નોટિસો ફટકારી

aapnugujarat

જામનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ નોટબંધીનો કાળો દિવસ મનાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1