Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામે અસામાજિક તત્વો વધ્યો ત્રાસ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને જિલ્લામાં ચોરી લુટ સહિત મારામારી અને હુમલાના બનાવો સહિત અસામાજિક તત્વો દ્વારા જમીન પચાવી પાડવાના બનાવોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામે એકજ પરીવારના અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી.

વધુ વિગત મળતી માહિતી મુજબ  વઢવાણ તાલુકાના વસ્તડી ગામે અંબારામભાઈ ગાંડાભાઈ મોરીનુ ખેતર બોરાણા ગામના રસ્તે આવેલું છે અને તેની આજુબાજુ એક વ્યકિતના બે ખેતરો આવેલા છે ત્યારે આ લોકો દ્વારા છેલ્લા 10 વર્ષથી ખેતરે જવાનો રસ્તો બંધ અવારનવાર બંધ કરી હેરાન પરેશાન કરી અને છેલ્લા એક માસથી અસામાજિક તત્વોનો ત્રાસ વધતા એકજ પરીવારના અંબારામભાઈ મોરી ઉંમર 48 વર્ષ અને બળદેવભાઈ મોરી ઉંમર 23 વર્ષ તેમજ શીતલબેન મોરી અને શિલ્પાબેન મોરીએ કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી ચાર વયકિતોએ એક સાથે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ ઈમરજન્સી 108 મારફત સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવના પગલે જોરાવરનગર પોલીસ દોડી જઈ  પરિવારનું નિવદેન લઈ વધુ તપાસ હાથ ધરી તેમજ દીકરીની માતાએ જણાવ્યું હતું આ ગામના અસામાજિક તત્વો દ્વારા અમારી જમીન પચાવી પાડવાની સાથે દીકરીને ઉપાડી જવાની દાનત ધરાવતા નરાધમો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી તેમજ ચાર શખ્સોએ ખેતરે જવાનો જેસીબી દ્વારા રસ્તો ખોદી ધમકી આપતા પરિવારના સભ્યો ઝેરી દવા ગટગટાવી જીવન ટુકાવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

प्रधानमंत्री मोदी ने राजकोट में एम्स की रखी आधारशिला

editor

રાજકોટમાં પૂર્વ ધારાસભ્ય જાડેજાની બંદુકથી તેમના જ ઘરમાં સહકારી મંડળીના મંત્રીએ કર્યો આપઘાત

aapnugujarat

DriveShare Lets You Rent Your Dream Car From A Car Collector

aapnugujarat

Leave a Comment

UA-96247877-1