Aapnu Gujarat
Uncategorized

અનુસૂચિત જાતિના આગેવાનોની યોજાઈ બેઠક

રાજય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોમર્સ, આર્ટસ, સાયન્સ, એલએલબી, પીએચડી સહીતના વિવિધ કોર્ષમાં પોસ્ટ ગ્રેજયુશન માટે સરકાર દ્વારા ફી સ્કોલરશીપ અને નીભાવ સ્કોલરશીપ અપાતી હતી. ત્યારે રાજય સરકાર દ્વારા આ સ્કોલરશીપ બંધ કરી દેતા અનુસૂચિત જાતિ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે આ મુદ્દે થોડા દિવસો પહેલા મહેસાણા ખાતે બેઠક મળી હતી. ત્યારે સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર સંત સવૈયાનાથ ભવન વણકર સમાજના હોલ ખાતે દસાડાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીની આગેવાનીમાં બેઠક મળી હતી. જેમાં શહેરના આંબેડકર ચોકડી કલેકટર કચેરી સુધી રેલીયોજી તા. 15 ફેબ્રુઆરીના રોજ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ નકકી કરવામાં આવ્યો છે.

સમગ્ર રાજયમાં આવી રીતે આવેદનપત્ર અપાશે તેમ છતાં જો સરકાર સ્કોલરશીપ ચાલુ નહી કરે તોદસાડાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીની આગેવાની હેઠળ સુરેન્દ્રનગરમાં અનુસૂચિત જાતિ સમાજની બેઠક મળી હતી જેમાં તા. 1 માર્ચના રોજ સચિવાલયે ધરણાં અને તા 2 માર્ચના રોજ વિધાનસભાનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવ્યો

છે. આ તકે નૌશાદભાઈએ જણાવ્યુ હતુ કે દર વર્ષે અંદાજે 7 હજારથી વધુ અનુ જાતીના વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ મેળવે છે. આ સ્કોલરશીપ બંધ કરાતા તેઓને રોજગારી તકો સીમીત થઈ જશે અને યેન – કેન પ્રકારે તેઓ મજુરી કરવા લાગશે. આથી સમગ્ર રાજયના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા લડતના મંડાણ કરાયા છે

Related posts

વેરાવળમાં CAAના સમર્થનમાં રેલી યોજાઈ

aapnugujarat

સોમનાથમાં શનિવાર અને રવિવારે ગૌ સેવા સંવર્ધન તથા ગૌવંશ તંદુરસ્તી હરિફાઈનું આયોજન

aapnugujarat

વાળદ સમાજ ભાવનગર દ્વારા ઘોઘા બાળનાથ મહાદેવ મંદિરના લાભાર્થે સમુહ લગ્ન મહોત્સવ

editor

Leave a Comment

UA-96247877-1