Aapnu Gujarat
Uncategorized

સોમનાથમાં શનિવાર અને રવિવારે ગૌ સેવા સંવર્ધન તથા ગૌવંશ તંદુરસ્તી હરિફાઈનું આયોજન

શ્રી સોમનાથ ટ્રસ્ટની ગૌશાળા દ્વારા સોમનાથ ખાતે આગામી તા.૨૭/૭/૧૯ તથા તા.૨૮/૭/૧૯ દરમ્યાન ગૌ સેવા સંવર્ધન તથા ગૌવંશ તંદુરસ્તી હરીફાઇનું આયોજન કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમમાં ગૌસેવા પરીસંવાદ જેમાં ગીર ગાયની ઉત્પતીને મહત્વ, ગીર ગાયનું દૂધ, છાણ, ગૌમુત્ર, અને પેદાશોનું મહત્વ, ઉપયોગીતા ગીર ગાય આજીવિકાનું સાધન વિગેરે અલગ-અલગ વિષયો ઉપર તજજ્ઞો, અનુભવીઓ, નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે તેમજ આ તકે બીજા દિવસે ગૌવંશ તંદુરસ્તી હરીફાઇનું પણ આયોજન રાખવામાં આવેલ છે જેમાં આજ દિન સુધી કુલ ૧૭૩ જેટલી એન્ટ્રી જૂનાગઢ – ગીરસોમનાથ જીલ્લામાંથી નોંધાયેલ છે.
આ કાર્યક્રમનાં પ્રમુખ સ્થાને પરસોતમભાઇ રૂપાલા (કૃષિ અને ખેડુત કલ્યાણ માન.રાજ્ય મંત્રીભારત સરકાર) તેમજ મુખ્ય મહેમાન તરીકે ડો.વલ્લભભાઇ કથીરીયા (અધ્યક્ષરાષ્ટ્રીય કામધેનું ગૌસેવા આયોગ), ટ્રસ્ટના માન. ટ્રસ્ટી પ્રો.જે.ડી. પરમાર, ટ્રસ્ટી-સેકેટરી પી.કે. લહેરી તથા સલાહકાર ડો.યશોધરભાઇ ભટ્ટ તથા ભાવેશભાઇ વેકરીયા ખાસ ઉપસ્થીત રહેશે.
(તસવીર / અહેવાલ :– મહેન્દ્ર ટાંક,સોમનાથ)

Related posts

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જ્યંતિ ઉજવાઈ

aapnugujarat

ગુજસીટોક કાયદા હેઠળ ગુનો દાખલ કરી ગેંગના સભ્યોને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા પોલીસ

editor

‘સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસ વાહન જપ્ત કે દંડ કરી શકે નહીં’ : હાઇકોર્ટ

editor

Leave a Comment

UA-96247877-1