Aapnu Gujarat
Uncategorized

ગુજસીટોક કાયદા હેઠળ ગુનો દાખલ કરી ગેંગના સભ્યોને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા પોલીસ

છેલ્લા કેટલાક સમયથી ગોધરા પંચમહાલ જીલ્લા ખાતે તેમજ તેની આસપાસના જીલ્લાઓમાં એક ખાસ આરોપીઓની ગેંગ સક્રીય થયેલ હતી કે જે પોતાનો આર્થિક લાભ મેળવવા જુદા જુદા પ્રકારની પ્રવૃતિ કરતી હતી.તેઓએ ઓર્ગેનાઇઝડ સીન્ડીકેટની ટોળકી બનાવી આમ જનતા ઉપર હુમલા કરી તેમને સીધી કે આડકતરી રીતે ડરાવી, ધમકાવી, દબાણમાં રાખી તેમજ સરકારી કર્મચારીઓને તેમની ફરજ ન બજાવવા દેવા તેમના ઉપર ગેરકાયદેસર મારક હથિયાર ધારણ કરી જીવલેણ હુમલા કરેલ અને સરકારી તેમજ ખાનગી મિલ્કતને નુકશાન કરતા હતા.

પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ સાહેબ નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર  કે.પી. જાડેજા એલ.સી.બી. ગોધરા નાઓને સદરહુ સંગઠીત ટોળકીના તમામ સભ્યોને ઓળખી કાઢી તેમને છેલ્લા દસ વર્ષ દરમ્યાન આચરેલ તમામ ગુનાની સંપૂર્ણ વિગતો મેળવી ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ (G.C.T.O) એક્ટ ૨૦૧૫ની કલમ-૩(૧)ની પેટા (૨) તથા કલમ-૩(૨) તથા કલમ-૩(૪) મુજબ ફરીયાદ દાખલ કરવા  પૂર્વ મંજુરી મેળવી ગોધરા શહેર બી. ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આ ટોળકીના તમામ સભ્યો વિરુદ્ધમાં ફરીયાદ દાખલ કરાવી હતી.ગુનો દાખલ થતા તેની તપાસ શ સી.સી. ખટાણા નાયબ પોલીસ અધિક્ષક ગોધરા વિભાગને સોપવામાં આવેલ હતી, જે તપાસ દરમ્યાન હાલ સુધીમાં આ ગેંગના ફુલ-૬ સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા હતા.અને આ ટોળકીમાં સંડોવાયેલ અન્ય સાગરીતોની તપાસ તજવીજ હાલ ચાલુ છે.

Related posts

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં મજુરોને ધાબળાનું વિતરણ

editor

ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં સીસીટીવી કેમેરા કરવામાં આવ્યા કાર્યરત

editor

વેરાવળ મા શ્રી ગુજઁર ક્ષત્રીય કડીયા સમાજ દ્રારા ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1