Aapnu Gujarat
Uncategorized

વેરાવળ મા શ્રી ગુજઁર ક્ષત્રીય કડીયા સમાજ દ્રારા ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

વેરાવળ મા આજરોજ શ્રી ગુજઁર ક્ષત્રીય કડીયા સમાજ દ્રારા સરસ્વતી સન્માન સમારોહ નુ ભવ્ય આયોજન સમાજના નવા શ્યામ પાટીઁ પ્લોટ ખાતે કરવામા આવેલ હતુ જેમા 100 થી વધુ વિધાથીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ભવ્ય કાયઁક્મ ના મુખ્ય દાંતા અને વેસ્ટર્ન રેલ્વે માથી નિવૃત થનાર કુંદનબેન ચોટલીયા નુ વેરાવળ ક્ષત્રીય કડીયા દ્વારાં મોમેન્ટો અને સાલ ઓઢાડી સન્માન કરાયુ હતું તેમજ ઇનામોના દાતાઓમા ડો. અનીલ ચૌહાણ , ડો. કે.જે.ટાંક , શૈલેષભાઈ પરમાર તથા હિતેષભાઇ રાઠોડનુ પણ સન્માન કરાયુ હતું . તેમજ વેરાવળ ફોરેસ્ટ માથી જૂનાગઢ બઢતી સાથે બદલી મેળવનાર જયસુખભાઇ ચોટલીયા તથા મહીલા બાળ સુરક્ષા અધીકારી તરીકે જૂનાગઢ બદલી થયેલ માધવીબેન બજાણીયા તેમજ ગીર સોમનાથ જીલ્લા ખાધ વિભાગ ના અધિકારી મકવાણા સાહેબનું તેમજ પત્રકારીત્વ ક્ષેત્રે વધુ એક સફળતા મેળવનાર મિતેષ પરમાર નુ પણ સન્માન કરાયુ હતું . સમગ્ કાયઁક્મનુ સફળ સ્ટેજ સંચાલન રવીભાઇ અજાગીયા એ કરેલ હતુ .તેમજ આ કાયઁક્રમ મા સમાજ ના ટ્રસ્ટીઓમા પોપટભાઈ ચોટલીયા , મુકેશભાઈ ટાંક , મિતેષ ભાઇ પરમાર , હિતેશભાઈ રાઠોડ , વિઠલભાઇ પરમાર તથા પ્રમુખ પ્રવિણભાઇ કાચા તેમજ મહીલા મંડળ ના પ્રમુખ મીનાબેન ચોટલીયા , સહીત બહોળી સંખ્યામાં પૂવઁ પ્રમુખો , ભાઇઓ , બહેનો તથા વિધાથીઁઓ ઉપસ્થિતિ રહ્યા હતા . આ તકે વેરાવળ ક્ષત્રીય કડીયા સમાજ ના નવા પાટીઁ પ્લોટ ને શ્યામ પાટી પ્લોટ તરીકે આજથી જ લોકઉપયોગ માટે ખુલ્લો મુકવામા આવ્યો હતો. કાયઁક્રમ ને સફળ બનાવવા માટે દિલીપભાઇ ટાંક , યોગી લાડવા , મણીભાઇ રાઘવાણી , અમુભાઇ વેગડ ,મનોજભાઈ કાકરેચા , સહીતના એ ભારે જહેમત ઊઠાવી હતી .

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

અમદાવાદમાં કોરોના કહેર,ખાનગી હોસ્પિટલના બેડ દર્દીઓથી ભરાયા

editor

સોમનાથ મંદિરનાં પરિસરમાં ફોટોગ્રાફરો ધરણા પર બેઠા

aapnugujarat

કાશ્મીર : ૨૧ દિનમાં ૧૮ આતંકવાદીઓ ઠાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1