Aapnu Gujarat
Uncategorized

શહીદ પરિવારના ઘરે યોજાયો પ્રસંગ ખારવા સમાજના પ્રમુખની ખાસ હાજરી

કહેવાય છે કે સુખમાં તો બધા સાથી હોય છે પરંતુ દુઃખમાં જે સાથી બને છે તે સાચો સાથી ત્યારે વાત કરીએ તો માળીયા હાટીના તાલુકાના કડાયા ગામના હેમરાજ ભાઈ ચુડાસમાની… હેમરાજ ભાઈ ચુડાસમા થોડા વર્ષ પહેલાં શહીદ થયા હતા ત્યારે કડાયા ગામમાં શોકનુ મોજુ ફરી વળ્યું હતું પરિવાર નો આધાર એક જ વ્યક્તિ જ્યારે પરિવાર ગુમાવે છે ત્યારે પરિવાર પર આભ ફાટી પડે છે ત્યારે આ ફોજી પરિવારને હૂંફ આપવા માટે કડાયા ગામ તેમજ ઘણા નેતાઓ ફોજી પરિવારની મુલાકાત લીધી હતી

પરંતુ ત્યાર બાદ ફોજી પરિવારને કોઈ મળવા પણ નથી આવ્યું પણ કહેવાય છે કે હિરલાઓની ફોજ નથી હોતી એ હજારોમાં એક હોય છે ત્યારે ફોજી પરિવારના દુઃખમાં સહભાગી થઈ અને ફોજી પરિવારને પોતાનો પરિવાર સમજી વેરાવળ ખારવા સમાજના પ્રમુખ જીતુ ભાઈ કુહાડા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ફોજી પરિવાર મારો પરિવાર છે હેમરાજ ભાઈ શહીદ થયા છે તે આપણા બધા માટે શહીદી વહોરી છે અને હવે આપણે એ ફોજી પરિવારનું ધ્યાન રાખવુ અને મદદરૂપ થવું એ આપણી ફરજ છે તેમજ હું હંમેશા આ પરિવારને મદદરૂપ થઇ અને મારી ફરજ અદા કરીશ ત્યાર બાદ આજે ફોજી પરિવારના ઘરે શહિદ હેમરાજ ભાઈના ત્યાં લગ્ન યોજાયા હતા

જેમાં ખારવા સમાજના પ્રમુખ હંમેશા ફોજી પરિવારની પડખે ઉભા રહ્યા હતા તેઓ આ લગ્નમાં ખાસ હાજરી આપી અને શહીદ હેમરાજ ભાઈની ખોટ પુરી પાડી હતી અને જણાવ્યું હતું કે હું હંમેશા ફોજી પરિવારને મદદરૂપ થયો છું અને થવાનો પણ છું તેમજ બધા ભારતીયો એ પણ મારી જેમ શહીદ ફોજી પરિવારની પડખે ઉભું રહેવું જોઈએ દુઃખ હોય કે સુખ એમને સ્પોર્ટ કરવો જોઈએ સુખમાં સૌ સહભાગી થાય છે પરતું તેમના દુઃખમાં પણ ભાગીદાર બનીએ એ જ સાચી માનવતા છે

Related posts

લીંબડી પોલીસે ત્રણ યુવકોને ફટકાર્યા

editor

ઘરે જ બનાવો ટેસ્ટી સુરતી ઇદડા, એકદમ સરળ રીતે!

editor

રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો, મુખ્યમંત્રીએ કર્યાં નવા નીરના વધામણા

editor

Leave a Comment

UA-96247877-1