Aapnu Gujarat
Uncategorized

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો ઐતિહાસિક ચુકાદો

અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના 49 દોષિતને સ્પેશિયલ કોર્ટે 38 આરોપીઓને ફાંસી અને 11ને આજીવન કેદની સજા સંભળાવી છે. આ દોષિતોને 302 કલમ, રાજદ્રોહ અને UAPA(અનલોફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ સજા ફટકારવામાં છે. દેશના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 38ને ફાંસીની સજા આપવામાં આવી છે. આ પહેલાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં 26ને ફાંસીની સજા આપવામાં આવી હતી

. હાલમાં આરોપીઓ અમદાવાદ, મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ છે.ઉલ્લેખનીય છે કે, 8 ફેબ્રુઆરી, 2022ના રોજ ચુકાદા માટે સુનાવણી શરૂ થઈ હતી અને 18 ફેબ્રુઆરીએ સજા જાહેર કરવામાં આવી છે.કોર્ટે એક સિવાય તમામ દોષિતોને 2.85 લાખનો દંડ ફટકાર્યો અને આરોપી નંબર 07 ને 2.88 લાખનો દંડ કર્યો છે. આ દંડની રકમમાંથી મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, ઇજાગ્રસ્તને 50 હાજર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર ચૂકવવા આદેશ કરાયો છે.

Related posts

અમદાવાદમાં રથયાત્રા નીકળશે

editor

ઉપલેટા નગરપાલિકામાં ફરી એક વાર ભગવો લહેરાયો

editor

માળનાથ ગ્રુપ દ્વારા લોકોને લક્ષ્મી બોંબ ન ખરીદવા અપીલ

editor

Leave a Comment

UA-96247877-1