Aapnu Gujarat
Uncategorized

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપીની સજાની સુનાવણી ટળી

અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. અદાલતે કુલ 78માંથી 49 આરોપીને UAPA ( અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન)) હેઠળ દોષિત જાહેર કર્યા છે. દેશના ઇતિહાસમાં સૌપ્રથમવાર UAPA હેઠળ 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ 49 દોષિતમાંથી 1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરતાં તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ 29 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસના 49 દોષિતને આજે કોર્ટમાં સરકારી વકીલ અને બચાવ પક્ષ વચ્ચે દલીલો થઈ હતી

. આ મામલે હવે 11 ફેબ્રુઆરીના રોજ 10.45એ ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. ​​​​​​​સરકારી વકીલ અમિત પટેલે કહ્યું કે, અમદાવાદ બ્લાસ્ટ કેસના દોષિતોની સજાની સુનાવણી દરમિયાન બચાવ પક્ષે 3 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. પરંતુ કોર્ટે આવતીકાલ સુધીનો જ સમય આપ્યો છે અને 11 તારીખે રજૂઆત કરવા કહ્યું છે. આજે સાંજે 5 વાગ્યા સુધી બચાવ પક્ષના વકીલોએ જેલમાં દોષિતોને મળવા જવાનું રહેશે અને આવતીકાલ સુધીમાં જે પુરાવા મેળવવાના હોય તે મેળવી લેવાના રહેશે.

Related posts

બોલિવૂડમાંથી અનુભવ સિંહાએ રાજીનામું આપ્યું, વાંચો સમગ્ર વિગત

editor

સરેન્દ્રનગર સબજેલમાં કોરોના વિસ્ફોટ,જેલ તંત્ર થયુ દોડતુ

editor

ડિઝીટલ સેવાસેતુ હેઠળ ભાવનગરના ૧૦ તાલુકાના ૧૦૪ ગ્રામ્ય વિસ્તારનો કરાયેલો સમાવેશ

editor

Leave a Comment

UA-96247877-1