Aapnu Gujarat
Uncategorized

સરેન્દ્રનગર સબજેલમાં કોરોના વિસ્ફોટ,જેલ તંત્ર થયુ દોડતુ

સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત થઈ જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સબજેલમાં એક સાથે 22 કેદીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં અને તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

સબજેલના મુખ્ય અધિકારી પાસેથી વધુ મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સબ જેલમાં કોરોના વિસ્ફોટ થયો છે. 22 ના રીપોર્ટ પોઝીટિવ આવતા દોડધામ મચી ગઈ છે. અગાઉ પણ અનેક કેદીઓ સંક્રમિત બન્યા હતા. જિલ્લાની મુખ્ય સબ જેલમાં કાચા કામના કેદીઓ અને અન્ય તોહમતદારના કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યા છે.

સારવાર અર્થે હોસ્પિટલમાં ખેસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સબજેલમાં કોરોના વાયરસના રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં 20 પુરૂષ અને 2 મહિલા સહિત 22 કેદીઓને કોરોના વાયરસના પોઝિટિવ રિપોર્ટ આવતા સબજેલમાં કોરોના વાયરસનો ભય ફેલાઈ જવા પામ્યો છે કોરોના સંક્રમિત કેદીઓને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે દાખલ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી

Related posts

અમિત શાહ જૂનાગઢમાં સભા સંબોધશે અને મોદી ૨૯મીએ ગુજરાતમાં પધારશે

aapnugujarat

વેરાવળ ખારવાડમાંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

aapnugujarat

ઓખાના દરિયામાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ, માછીમારી બોટોનું ચેકિંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1