Aapnu Gujarat
Uncategorized

ખિદમત ગ્રુપ દ્વારા તમામ લાભાર્થીઓ માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખિદમત ગ્રુપ દ્વારા તમામ લાભાર્થીઓ માટે વિનામૂલ્યે નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એચ. સી. જી. હોસ્પિટલનો મોટો સહયોગ હતો. આ મહાકેમ્પમાં અલગ અલગ જગ્યાઓથી ડોકટરોએ હાજરી આપી હતી જેમાં એમ.ડી.ઇન્ટરનલ મેડીસીન, ડી. એમ. કાર્યોલોજીસ્ટ, ન્યુરો સર્જન, ઓર્થોપેડિક સર્જન, તેમજ એચ. સી. જી , હોસ્પિટલના ડોક્ટરોએ હાજરી આપી હતી.અને ઉપલેટા શહેરના જરૂરિયાતમંદ લોકોએ બહોળી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો .

ખિદમત ગ્રુપના મુખ્ય આયોજકો દ્વારા કપરા સમય ગાળામાં પણ  હંમેશા આ સંસ્થા મોખરે રહેવા જણાવ્યું હતું.અને અગાઉ પણ અલગ વિસ્તારોમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી ખુબજ સારી લોકપ્રિયતા મેળવી છે.આ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય  લલિતભાઈ વસોયા, હનીફભાઈ કોડી, લાલાભાઈ ધાબી, સમીર પટેલ, દેવેન્દ્રભાઈ સિહોરા તેમજ ખિદમત ગ્રુપના તમામ સભ્યો હાજર રહ્યા હતા.

Related posts

ધોરાજીમાં મેમણ સમાજની જરૂરિયાતમંદ બહેનોને કિટનું વિતરણ

editor

કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ના હસ્તે જાહેરસભા અને ઉદ્ઘાટન, જેતપુર શહેરના કાર્યકરો જોડાયા

editor

મોદી સરકારને આ ચૂંટણીમાં ૨૦૦ બેઠકો પણ નહી મળે : અહેમદ પટેલનાં તીખા પ્રહારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1